લુણાવાડા તાલુકાની સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે ઝડપ્યો

લુણાવાડા, લુણાવાડા તાલુકા પોલીસ મથકે સગીરાના અપહરણના ગુન્હામાં આરોપી દલુખડીયા ગામ પાસેથી પસાર થનાર હોય તેવી બાતમીના આધારે આરોપી અને ભોગ બનનાર સગીરાને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ લુણાવાડા તાલુકા પોલીસ મથકે આરોપી સુનીલભાઈ લક્ષ્મણભાઈ ખાંંટ (રહે. સાદડીયા, લુણાવાડા) સગીરાનું અપહરણ કરી ગયેલ હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે, સુનીલ ખાંટ દલુખડીયા ગામ પાસેથી પસાર થના છે. તેવી માહિતીના આધારે વોચ ગોઠવી ભોગ બનનાર સગીરા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.