ધાનપુર,ધાનપુર તાલુકામાં 18 તલાટીઓ દ્વારા ચાલતા વહીવટમાં લોકોને કોઈપણ પ્રકારની કામગીરી કરાવવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે અથવા તલાટીને મળવાના નકકી કરેલા સ્થળ પર લોકોને રાહ જોઈને બેસવાનો વારો આવે છે. તેમજ આવકના દાખલા, આકારણી કે પછી અન્ય કામગીરી કરાવવા માટે લોકોને ધરમ ધકકા ખાવા પડે છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં 90 જેટલા ગામનો સમાવેશ થાય છે. તેમજ ધાનપુર તાલુકાના ગામડાઓમાં આંતરિયાળ વિસ્તારમાં આવેલી વસ્તી ધરાવતો તાલુકો છે. ત્યારે ધાનપુર તાલુકામાં તલાટીને લગતી કામગીરી કરાવવામાં લોકોને મોટી સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ધાનપુર તાલુકામાં હાલમાં 18 તલાટીઓ દ્વારા ચાલતા વહીવટમાં તલાટીઓને કામગીરીમાં વધારે દોડધામ જોવા મળી રહી છે. ત્યારે 18 તલાટીઓ પાસે 90 ગામમાં વધારાનો ચાર્જ હોય તેમજ 19 ગ્રામ પંચાયત 13 જેટલા તલાટીઓ પાસે વહીવટદારની જવાબદારી હોય તો તલાટીઓ પાછળ લોકોને કોઈપણ પ્રકારની કામગીરી કરાવવા માટે ધકકા ખાવા પડે છે. તલાટીઓને અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ તો મિટીંગો હોય તે તેમજ પોતાની ગ્રામ પંચાયતની કામગીરી હોય અને વધારાના ગામનો ચાર્જ સંભાળ્યો હોય ત્યારે તલાટીઓના કામગીરીનો ભાર લોકોને વેઠવાનો વારો આવે છે એટલુ જ નહિ કેટલીક કામગીરી ઓનલાઈન ગ્રામ પંચાયત પર કરવાની હોય છે. પરંતુ હાલમાં કેટલીક ગ્રામ પંચાયત પર કોમ્પ્યુટર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. તો કેટલી પંચાયતો પર સરપંચો કોમ્પ્યુટર તેમજ અન્ય ચીજવસ્તુ પોતાના ધરે લઈ ગયાનુ ચર્ચાય છે. તો ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર પર પણ સરપંચ એ કબ્જો જમાવી દીધો છે.