મુંબઈ, દિલ્હીમાં મની લોન્ડરિંગના એક કેસ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે આજે ઈડીએ દરોડા પાડ્યા છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ઉદિધવ બાલા સાહેબ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ૨૦૨૪ની ચૂંટણી સુધી વિપક્ષના નેતાઓ પર ઈડીના દરોડા પડતા રહેશે. મહારાષ્ટ્રમાં ૧૦-૧૨ લોકોના નામાનું લિસ્ટ ઈડી પાસે છે. ઈડી પાસે અજિત પવારનો કેસ હતો, એકનાથ શિંદે પર ED નો કેસ હતો. ઘણા નેતા જેલ ભેગા થવાના હતા પરંતુ હવે ઈડી તેમને ત્યાં જઈ રહી છે? સંજય રાઉતે કહ્યું કે, વિપક્ષના પ્રમુખ નેતાઓ પર ૨૦૨૪ સુધી દરોડા પડતા રહેશે. જે વિપક્ષમાં છે તેમના પર ઇડી સીબીઆઇ આઇટીના દરોડા પડતા રહેશે. આ ચાલતું રહેશે.
આમ આદમી પાર્ટી ના નેતા સંજય સિંહની ધરપકડ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા છે. આજે ED ની ટીમ સવારે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી હતી. એસીબીએ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા વિરુદ્ધ દિલ્હી વક્ફ બોર્ડની કામગીરીમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગોટાળાને લઈ કેસ નોંયો હતો. ઈડીએ આ કેસમાં અમાનતુલ્લા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને ૩૨ લોકોની ભરતી કરવાનો આરોપ છે.