ઘોઘંબા ખાતે બે કરોડના ખર્ચે બનાવાયેલ નવીન એસ ટી ડેપો નું ઉદ્ઘાટન કાલોલના MLA હાથે કરવામાં આવ્યું

આજરોજ ઘોઘંબા ખાતે બે કરોડ ના ખર્ચે બનાવાયેલ નવીન એસ ટી ડેપો નું ઉદ્ઘાટન કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ના હાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રંગેશ્વરીબેન, કૈલાસબેન પરમાર, પ્રીતિબેન ભાટીયા,ગુણવંતસિંહ ગોહીલ, ફતેસિંહ ચૌહાણ, છેલુભાઈ રાઠવા, ભીખાભાઈ સોલંકી સહીત ના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

ડેપો નું વર્ચ્યુલ ઈ લોકાર્પણ ગાંધીનગર થી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય સુમનબેન ચૌહાણ એ રીબીન કાપી ને બસસ્ટેન્ડ ને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુ ના સ્થાનિક આગેવાનો સરપંચ તથા તલાટી તેમજ એસ ટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અગ્રણીઓ એ પોતાના સંબોધન માં સરકાર દ્વારા કરાયેલ વિકાસ ની વાતો કરી હતી અને ઘોઘંબા તાલુકા ની પ્રજા માટે આ બસ ડેપો ખૂબ ઉપયોગી છે તેમ જણાવ્યું હતું

રિપોર્ટર : યોગેશ કનોજીયા