નવરાત્રીમાં રામ મંદિરની ઉજવણી, શહેરમાં એક લાખથી વધુ પોસ્ટર લાગશે

અમદાવાદ, અમદાવાદમાં નવરાત્રી સાથે રામ મંદિરની ઉજવણી પણ થશે.આવતા વર્ષે નવ નિર્મિત રામ મંદિર લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.જેને લઈને નવરાત્રીમાં જ એક નવતર પ્રયોગ ભગવા સેના દ્વારા કરવામાં આવ્યો છે.ભગવા સેનાએ રામ મંદિરની લઈને એક પોસ્ટર લોન્ચ કર્યું છે.આ પોસ્ટરમાં ભગવાન રામ અને રામ મંદિર મુકવામાં આવ્યું છે.

જણાવીએ દઈએ કે, એક લાખ પોસ્ટર સોસાયટીઓમાં વહેંચવામાં આવશે.દરેક નવરાત્રીના આયોજન કરતી સોસાયટીઓમાં આ પોસ્ટર લગાવવામાં આવશે.લોકોમાં ભગવાન રામ અને રાષ્ટ્ર ભાવના જાગે તે માટે આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

અમદાવાદમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ તૈયારીઓ વચ્ચે હિન્દૂ સંગઠનો પણ તૈયાર છે.ગરબા પાર્ટી પ્લોટના આયોજનોમાં ખાસ મહિલાઓ માટે તકેદારી રાખવામાં આવી રહી છે.અમદાવાદના પૂર્વમાં આવેલા ૨૦ થી વધુ પાર્ટી પ્લોટમાં વિધર્મીઓના પ્રવશે પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

ભગવા સેનાએ એ આ જાહેરાત કરી છે.ભગવા સેના એ પાર્ટી પ્લોટ ના આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી,આ બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે.જેમાં તમામ પાર્ટી પ્લોટ પર ભગવા સેનાના કાર્યકરો હાજર રહેશેતમામ જગ્યાએ ભગવા સેનાના કાર્યકરો લોકોના આઈકાર્ડ ચેક કરશે.

આ સિવાય પાર્ટી પ્લોટના આયોજકો પણ વિધર્મીઓને પ્રવેશબંધી માટે રણનીતિ બનાવી છે.પાર્ટીપ્લોટમાં આવ્યા તમામ લોકોને ગંગાજળ પીવરાવવામાં આવશે,તેમના આઈકાર્ડ ચેક કરવામાં આવશે.પાર્ટી પ્લોટમાં દરેક બાઉન્સર અને સ્ટાફ પણ ફક્ત હિન્દૂ જ રાખવામાં આવશે.ખૈલયા તેમના વિધર્મી મિત્રોને પણ પ્રવશે આપવા દેવામાં આવશે નહિ.