- કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે આપણને એક સમયે વિચારતા કરી મૂકી છે
ઉત્તર પ્રદેશ (UP)ના કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડ અને તેની મિત્ર સાથે સેક્સ કરવાની ના પાડી તો મિત્રએ છોકરાના પ્રાઈવેટ પાર્ટને મોંઢાથી કાપી નાખ્યો હતો. આરોપ છે કે ગર્લફ્રેન્ડ અને તેની ફ્રેન્ડ બંને છોકરા સાથે સેક્સ કરવા માંગતી હતી. જોકે છોકરાએ ના પાડી હતી. જેના કારણે ત્રણેય વચ્ચે મારામારી શરૂ થઈ હતી. આ દરમિયાન ગુસ્સામાં આવેલી છોકરીએ છોકરાના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કરડી નાખ્યો હતો.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છોકરાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પીડિત છોકરો હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ પીડિત પરિણીત છે. તેને એક યુવતી સાથે સંબંધ હતો. મંગળવારે તે તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. તે દરમિયાન પ્રેમિકાની મિત્ર પણ ત્યાં હાજર હતી. આ સમયે તેની પ્રેમિકા અને તેની મિત્રએ યુવકને સેક્સ કરવા જબરદસ્તી ફોર્સ કર્યો હતો. જોકે, આ અંગે યુવકે ના પાડતાં મામલો વિવાદ સુધી પહોચ્યો હતો. આ દરમિયાન ત્રણેય વચ્ચે ઝઘડો શરૂ થયો. જે સમયે પ્રેમિકાની મિત્રએ યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ અંગે યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે યુવકને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હજુ એફઆઈઆર નોંધાઈ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.