જામનગર, ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. દાહોદ અને સુરેન્દ્રનગર બાદ હવે જામનગરથી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ-પત્નીનું મોત થયું છે. જયારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં ચેલાથી ચંદ્રગઢ વચ્ચે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત હતો. દોઢીયાથી રામપર શ્રાદ્ધ માટે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં બેઠેલા પતિ-પત્નીનું મોત થયું છે. જયારે આ ઘટનામાં ત્રણ લોકોને ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં ખસેડાયા છે.
દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. માર્ગ અકસ્માતની આ ઘટનામાં ૬ લોકોના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. પ્રાથમિક વિગતો મુજબ રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૬ લોકોનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.અન્ય અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર ખાતે બની છે. તેમા ઝમર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પણ ટ્રકે કારનો ખુડદો બોલાવ્યો છે. તેમા કારમાં સવાર ચારના મોત થયા છે. ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. અરેરાટી સર્જનારા આ અકસ્માતમાં ટ્રક રીતસરનું કાળ બનીને કાર પર ત્રાટકી હતી અને તેનો ખુડદો બાલાવી દીધો હતો. આમ મંગળવાર ગુજરાતીઓ માટે અમંગળ બનીને આવ્યો છે.