દે.બારીયાના ધાનપુર રોડ ઉપર કરીયાણાની દુકાનમાં 24 હજારની ચોરી,પોલીસે ધરફોડ ચોરી કરતાં ઈસમને ઝડપી 2.80 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો.

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ પર દિવ્યા હોસ્પિટલની બાજુમાં આવેલ કરિયણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનની પાછળની બારી તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી કરિયાણાનો સામાન તથા રોકડ મળી રૂપિયા 24 હજાર ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી ગયાનું જાણવા મળ્યું છે. ત્યારે બીજી કરફ આ બનાવમાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ ઘરફોડ ચોરી સહિત અન્ય એક ઘરફોડ ચોરીને અંજામ આપનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડી રૂા. 2,80,000 રીકવર કર્યાનું જાણવા મળે છે.

દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ પર તા. 27- 9-2023ના રોજ ત્રાટકેલા તસ્કરોએ દિવ્યા હોસ્પિટલની બાજુમાં આવેલ તેમની કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન હબનાવી હતી અને દુકાનની પાછળની બારી તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં મૂકેલ રૂા. 4000ની કિંમતના 500 ગ્રામ વજનના કાજુના પેકેટ નંગ-10, રૂપિયા 3750ની કિંમતના 500 ગ્રામ વજનના બદાનમાં પેકેટ નંગ-10, રૂપિયા 1575ની કુલ કિંમતના વાઘ બકરી ચ્હાના 250 ગ્રામ વજનના પેકેટ નંગ-15, રૂપિયા 1000ની કુલ કિંમતના તુલસી ચ્હાના 250 ગ્રામના પેકેટ નંગ-10, રૂપિયા 3000ની કુલ કિંમતના વસંત મસાલાના 500 ગ્રામના પેકેટ નંગ10, રૂપિયા 1575ની કુલ કિંમતની કપાસીયા તેલની પાંચ લીટરની ડબ્બીઓ નંગ-3 તથા દુકાનના કાઉન્ટરમાં મૂકેલ 10,000ની રોકડ મળી રૂપિયા 24,900ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દે.બારીયા નગરના ધાનપુર રોડ પર દિવ્યા હોસ્પિટલની બાજુમાં રહેતા કુત્બુદ્દીન તાહેરબાઈ ગુલગુલ્લા(વ્હોરા)એ નોંધાવેલ ફરિયાદને આધારે દેવગઢ બારીઆ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી અગાઉ થયેલ ઘરફોડના ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી અગાઉ થયેલ ઘરફોડના ગુનાવાળી જગ્યાએ નવીન ફલેટમાં કલર કામ ચાલતું હોઈ તે કલરકામ કરનારા મજુરોની પુછપરછ કરતા હકીકત જાણવા મળી હતી કે ગણપતિ વિર્સજ્નના તહેવાર પછી કલરકામ કરી રહેલ દેવગઢ બારીઆ રાણી વાવ ફળિયામાં અજયભાઈ શૈલેષભાઈ હરીજન નામનો મજુર કલરકામ કરવા આવતો બંધ થઈ ગયેલ છે. જેથી પોલીસે તેની તપાસ કરી તેને પકડીને પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતાં પ્રાથમિક તબક્કે તો તે પોલીસના પ્રશ્ર્નોના જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા રહ્યો હતો. જેથી પોલીસે પોતાની આગવી ભાષામાં પુછપરછ હાથ ધરતાં પોપટની જેમ તેને અગાઉ રાધે ગોવિંદ ફલેટમાંથી રૂા. 3,36,000ની રોકડ ભરેલ બેગ ચોરી લઈ ગયાની કબુલાત કર્યા બાદ દેવગઢ બારીઆ ધાનપુર રોડ, દિવ્યા હોસ્પિટલની બાજુમાં કુત્બુદ્દીન તાહેરભાઈ ગુલગુલ્લા(વ્હોરા)ની કરિયાણાની દુકાનમાં થયેલ ચોરીની પણ કબુલાત કરતા પોલીસે ઘરફોડ ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી રૂા. 2,80,000ની રોકડ રીકવર કરી છે.