શહેરા તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા જે.બી.સોલંકી ઉપર રેફરલ હોસ્પિટલ પાસે અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો.

  • ખાનગી હોસ્પિટલમાંં દાખલ કરવામાં આવ્યા.
  • કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા.

શહેરા, શહેરા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા જે.બી.સોલંકી ઉપર રેફરલ હોસ્પીટલ પાસે અજાણ્યાં ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. બે કાર માં આવેલા હુમલાખોરો એ જશવંત સિંહ સોલંકી પર લાકડી અને ધારદાર હથિયાર વડે હુમલો કરતા શરીરના ડાબા પગના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનેલી આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

શહેરા ના રેફરલ હોસ્પિટલ પાસે કેટલાક અજાણ્યાં ઈસમોએ તાલુકા પંચાયતના કોંગ્રેસ નાં વિરોધ પક્ષનાં નેતા જે.બી.સોલંકી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જશવંત સિંહ સોલંકીની ગાડી સાથે સ્કોર્પિયો અને અન્ય ગાડી અથડાયા બાદ અજાણ્યાં ઇસમો દ્વારા માર મારીને લાકડી અને ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હૂમલામાં જે બી સોલંકીને શરીરના ડાબા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ જે.બી.સોલંકી ને ઇજાગ્રસ્ત હાલતમાં શરૂઆતમાં રેફરલ હોસ્પિટલ ખાતે ત્યારબાદ બાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા લઈ જવામાં આવતા ત્યાં હાજર તબીબો દ્વારા હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ જે.બી.સોલંકીની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, ગોધરા ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા ઑની ઉપસ્થિતિ મા સમીક્ષા સંવાદ સંકલ્પ અને માર્ગ દર્શન બેઠકનું આયોજન કરવામા આવ્યું. જેમાં કોગ્રેસનાં વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી, ઉષા નાયડુ, શૈલેષ પરમારને હુમલાની જાણ થતાં તમામ નેતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા. અને કોગ્રેસ નેતા પર થયેલ હૂમલાને લઈ પ્રતિક્રિયા આપતા ભરતસિંહ સોલંકીએ કાયદો તો કાયદાનું કામ કરશે, પણ અમારો પક્ષ પણ કાર્યકર માટે કામ કરનાર છે.આ તરફ બનાવને લઈ પોલીસ દ્વારા ફરીયાદ નોધવાની તજવીજ તેમજ અજાણ્યાં હૂમલા ખોરોને ઝડપી પાડવા ચક્રોગતીમાન કરવામાં આવ્યા છે. જોકે, શહેરા તાલુકા કોંગ્રેસ પક્ષના અગ્રણી જે.બી.સોલંકી પર જીવલેણ હુમલો થતા રાજકીય પક્ષમાં બનેલ ઘટનાને લઈને ચર્ચાનું જોર પકડવા સાથે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો પોલીસ પાસે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી આશા અપેક્ષા રાખી રહ્યા હતા. તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પર કયા હુમલાખોરોએ જીવલેણ હુમલો કરેલ તે પોલીસ તપાસમાં બહાર આવી જશે તેમ છે.

પી.આર. રાઠોડ DYSP ,ગોધરા……

જશવંતસિંહ બળવંત સિંહ સોલંકી વાડી વલ્લભપુરનાઓ સી.એચ.સી સેન્ટર શહેરા થી પસાર થતા હતા. ત્યારે એક સ્કોર્પિયો અને આઇ ટ્વેન્ટી વાહન તેઓના વાહન સાથે અથડાયેલ વાહન માંથી સાત થી આઠ ઈસમો ઉતરીને તેઓ સાથે મારા મારી કરીને ધારદાર હથિયાર થી તેઓના ડાબા પગે ઇજા કરેલ છે. લાકડી થી અને હોકી થી પણ માર મારેલ છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.