નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ રાજ્યોના માહિતી આયોગ પાસેથી અરજદારોને સુનાવણી માટે હાઇબ્રિડ વિકલ્પ આપવા અંગે જવાબો માંગ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે દેશના તમામ રાજ્યોના માહિતી આયોગને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઇ-ફાઇલિંગ અને ફરિયાદીઓની ફરિયાદોની સુનાવણીની સુવિધા આપે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે તમામ રાજ્યોના માહિતી પંચે સુનાવણીના હાઇબ્રિડ વિકલ્પ વિશે માહિતી આપવી જોઈએ.
મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે કહ્યું કે તમામ રાજ્યોના માહિતી આયોગને હાઇબ્રિડ સુનાવણીનો વિકલ્પ આપવો જોઈએ. કોર્ટે સ્વીકાર્યું કે ટેક્નોલોજીની મદદથી ન્યાય મેળવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે માહિતી આયોગને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે સુનિશ્ર્ચિત કરે કે તમામ અરજદારોને તબક્કાવાર રીતે ઈ-ફાઈલિંગની સુવિધા પૂરી પાડવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એક અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. આ અરજીમાં રાજ્ય માહિતી આયોગની વધુ સારી કામગીરી માટે સૂચનાઓ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે વાદીઓને ભૌતિક તેમજ વર્ચ્યુઅલ રીતે સુનાવણીનો વિકલ્પ આપવામાં આવે.