લુણાવાડા,
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ,સૌના વિકાસના ઉપક્રમે ગુજરાત સરકાર ગ્રામ- શહેરી વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે નારી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લોન વિતરણનો તથા બાળ વિકાસ વિભાગના વિવિધ વિકાસકામોના ડિજીટલ લોકાર્પણ, ખાતમુહૂર્તના રાજયવ્યાપી સમારંભ અંતર્ગત મહીસાગર જિલ્લામાં લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાંં રાજ્યકક્ષાના કાર્યક્રમ મારફતે વડોદરા થી મહીસાગર જિલ્લાના લુણાવાડા સહિત રાજ્યભરમાં યોજાયેલા ૧૦૮ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ચ્યુઅલી જોડાયા હતા.
મહીસાગર જિલ્લાના “નારી ગૌરવ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી આ યોજનાએ રાજ્યની મહિલાઓને ખરા અર્થમાં આર્થિક રીતે સ્વાવલંબી બનાવી છે. મહિલાઓ આજે તમામ ક્ષેત્રમાં અગ્રસ્થાને બિરાજે છેવધુમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે જિલ્લામાં ૧૧૮ જૂથોને ૧૧૮ લાખ રૂપિયાની લોનનું વિતરણ કરાયુ છે ત્યારે તેમણે આ યોજનાનો લાભ લઈને મહિલાઓને વધુ ને વધુ પ્રગતિ હાંસલ કરવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો. ધારાસભ્યએ સખી મંડળોને આપવામાં આવેલી લોન સહાય બદલ નારીશક્તિ વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અગ્રણી દશરથભાઈ બારિયાએ સરકારની વિવિધ જનકલ્યાણ લક્ષી યોજનાઓ અંગે જાણકારી આપતા નારી ગૌરવ દિવસે શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતુ કે ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને તાલીમ આપી અને તેમને બેંક સાથે જોડી સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લાખો મહિલાઓ તેમના કૌશલ્ય થકી આર્થિક રીતે સદ્ધર બની છે. માનવવિકાસના સુચકાંકને વધુ ઉંચે લઈ જવા જનભાગીદારી થકી આ મહિલાઓ પુરક આવક દ્વારા ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છે.
આ પ્રસંગે વડોદરા ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લાની ૧૬ નવનિર્મિત આંગણવાડીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભવાનભાઈ, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન પટેલ, ખાનપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉમેશભાઇ, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ,અગ્રણી રાવજીભાઇ પટેલ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, અગ્રણીઓ અધિકારીઓ, પદાધિકારીઓ, સખીમંડળની લાભાર્થી બહેનો સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.