અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક વખત સંબંધોની હત્યા જોવા મળી છે. ઘર કંકાસમાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી છે. ભાઇ અને ભાભીને સાથે રાખવા જેવી નજીવી બાબતમાં થયેલ ઝઘડાનો કરૂણ અંત આવ્યો છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતાં પોલીસએ આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના નિકોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં રહેતા ભરત પંચાલએ તેની પત્નીની ગળું દબાવીને હત્યા કરી દીધી છે. શનિવારએ સવારે આઠેક વાગ્યાની આસપાસ પતિ પત્ની ચા નાસ્તો કરીને બેઠા હતા. તે દરમિયાન પત્નીએ પતિને કહ્યું હતું કે તમે બધી કમાણી કરી તમારા ભાઇઓને આપી દો છો, છતાં ભાઇ ભાભીને આપણા ઘરે લાવવા માંગો છે તે વ્યાજબી નથી. જેથી બંન્ને વચ્ચો ઉગ્ર બોલાચાલી ઝઘડો થયો હતો.જો કે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ખાટલામાં પાડી દઇ જોથી તેનું ગળું દબાવી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે નિકોલમાં આવેલી અશ્વમેઘ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય કિરણબેન ઉર્ફે કિર્તીબેન એ ચોથા લગ્ન કર્યા હતા. જોકે મૃતક કિરણબેન અગાઉ ત્રણ લગ્ન કર્યા હતા અને છૂટાછેડા લીધા હતા. બાદમાં દસેક માસ પહેલા જ તેમને ભરત પંચાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ભરત પંચાલએ તેમના ભાઈ ભાભીને તેમની સાથે સંયુક્ત પરિવારમાં રહેવા માટે લાવવા માંગતા હતાં. જેને લઇને પતિ પત્ની વચ્ચે અનેક વખત બોલાચાલી ઝઘડો થતો હતો. ગત વહેલી સવારે પણ આ જ બાબતને લઇને થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આવેશમાં પતિ ભરત પંચાલ આવીને પત્ની કિરણ હત્યા કરી દીધી. જ્યારે હત્યા કર્યા બાદ પતિએ જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોચીને આ મામલે હત્યાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. પત્ની હત્યા બાદ પતિ ભરત લાશની બાજુમમાં બેઠો હતો,જોકે આવેશમાં આવી પત્ની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.હાલ નિકોલ પોલીસે પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.