સતત ત્રીજા દિવસે અક્ષયકુમારની ’મિશન રાનીગંજ’નો બોક્સ ઓફિસ પર દબદબા

  • અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ બાબતે ચર્ચામાં
  • બીજા દિવસે અક્ષય કુમારની ફિલ્મે સારી કમાણી કરી છે
  • ફિલ્મને થિયેટરમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ બાબતે ચર્ચામાં છે. શુક્રવારે ફિલ્મ ‘મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટ રિલીઝ થયા પછી અક્ષય કુમાર ખૂબ જ ચર્ચામાં હતા. પહેલા ફિલ્મના ફેરફાર બાબતે અને ત્યારપછી ફિલ્મની ભાવુક કહાની બાબતે ચર્ચા થઈ રહી હતી. ફિલ્મને થિયેટરમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પહેલા દિવસે આ ફિલ્મની કમાણીની રફ્તાર ખૂબ જ ધીમી હતી, પરંતુ બીજા દિવસે અક્ષય કુમારની ફિલ્મે સારી કમાણી કરી છે. 

ફિલ્મ ‘મિશન રાનીગંજ’એ ત્રીજા દિવસે 4.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પહેલા બે દિવસની સરખામણીએ ત્રીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં વધારો થયો છે. પહેલા દિવસે આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી. પહેલા દિવસે આ ફિલ્મ 2.80 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં 60.17 ટકાનો વધારો થતા 4.50 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 12.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

દર્શકોને ફિલ્મમાં અક્ષય કુમારનું પાત્ર પસંદ આવી રહ્યું છે. પરિણીતી ચોપરાએ આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીનું પાત્ર ભજવ્યું છે. અક્ષય કુમાર હંમેશા રિઅલ લાઈફ હીરોનું પાત્ર ભજવવામાં સફળ રહ્યા છે. પૂજા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના રેસ્ક્યુ ઓપરેશન પર આધારિત છે. માઈનમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક માઈનર્સ ફસી જાય છે, અક્ષય કુમાર રેસ્ક્યુ ઓપરેશન કરીને માઈનર્સને બચાવી રહ્યા છે. 

ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં અક્ષય કુમાર જસવંત સિંહ ગિલનું પાત્ર ભજવી રહ્યા છે. જસવંત સિંહે વર્ષ 1989માં પૂરગ્રસ્ત ખાણમાં ફસાયેલ 64 મજૂરોનો જીવ બચાવ્યો હતો. આ સરાહનીય કાર્ય કરવા માટે જસવંત સિંહને અનેક એવોર્ડ આપવામાં આવ્યા હતા. જસવંત સિંહ અમૃતસરના રહેવાસી છે, જેમનું વર્ષ 2019માં 80 વર્ષે મૃત્યુ થઈ ગયું હતું.