ગુજરાત સરકાર શ્રી દ્વારા સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ મુજબ 10.20. અને 30 વર્ષ ની સળંગ નોકરી પછી ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે છે.
દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા પંચાયત હેઠળ વિવિધ કચેરીઓ કાર્યરત છે. જેમાં ગ્રામ સેવક શિક્ષકો આરોગ્ય કર્મચારી પશુપાલન તલાટી કામ મંત્રી જેવા અલગ અલગ ઘણા કર્મચારી કામ કરેછે જેમાં થી મોટા ભાગના પ્રથમ ઉચ્ચતર ની પાત્રતા ધરાવતા કર્મચારીઓ છે. પરંતુ છેલ્લા 6 માસ થી વધુ સમયથી પ્રથમ ઉચ્ચતરની ફાઈલો જિલ્લા પંચાયત કચેરી હેઠળ ધૂળ ખાય છે. વારંવાર ઉઘરાણી કરવા છતાં કર્મચારીને હતાશા મળે છેં. જિલ્લામાં ઓછા મહેકમ વચ્ચે રાત દિવસ સરકારના વિવિધ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા કામ કરતા સ્ટાફને પોતાના પ્રશ્ન માટે વારંવાર જિલ્લાના અધિકારીઓ અને મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
જિલ્લા વિકાસ અધિકારી અને નવા જિલ્લા પ્રમુખ આ બાબતે રસ પૂર્વક કામ કરાવે તેવી માંગણી ઉઠી છે.