- પેપર લીક થવાને કારણે રદ થઈ હતી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા
- મંડળ દ્વારા પરીક્ષા યોજવા અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ
- રાજ્યભરની શાળાઓમા પરીક્ષા યોજવા અંગે ગૌ સેવા પસંદગી મંડળે સરવે પણ શરૂ કર્યો
પેપર લીક થવાના કારણે રદ કરાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે મોટા અપડેટ આવ્યા છે. આગામી નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાઈ શકે છે તેવી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી છે. મંડળ દ્વારા પરીક્ષા યોજવા અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યભરની શાળાઓમા પરીક્ષા યોજવા અંગે ગૌ સેવા પસંદગી મંડળે સરવે પણ શરૂ કર્યો છે. કોરોનાકાળ વચ્ચે મોટા પાયા પર પરીક્ષા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજવા અંગે તૈયારીઓ કરાઈ રહી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. જો કે આ મામલે સંડોવાયેલા અનેક લોકોની ધરપકડ કરી હતી. પેપર લીક તયા બાદ અટવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ લાંબી લડત લડી હતી. પેપર લીક થયાની જાણ થયા બાદ રાજ્યભરમાં પરીક્ષા રદ કરવા વિરોધ ઉઠ્યો હતો. આ માટે ગાઁધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ સરકાર સામે મોરચા માંડ્યો હતો. આ આંદોલનમાં અનેક નેતાઓ પણ સામેલ થયા હતા.
પરીક્ષાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં હતા. ગત 17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની ભરતીનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા વોટ્સએપમાં ફરતુ થયુ હતું. વિદ્યાર્થી આગેવાનોએ રજૂ થયેલા મોબાઈલમાં 11.06 કલાકે પેપર પરીક્ષા ક્લાસમાંથી બહાર આવ્યાનું સ્પષ્ટ થયું હતું.