વર્લ્ડ કપમાં તૂટ્યો સૌથી તેજ સદી ફટકારવાનો રેકૉર્ડ, સાઉથ આફ્રિકાના એડેન મારક્રમેં ઈતિહાસ રચ્યા

ક્રિકેટ રસીકો માટે મોટા તહેવાર સમાન ODI વર્લ્ડ કપ 2023નો શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ વચ્ચે બળાબળના પારખા થઈ રહ્યા છે. ત્યારે પહેલા બેટિંગ કરી આફ્રિકાની ટીમને ઇંગ્લેન્ડની ટીમને બરાબરની ધોઈ હતી. આફ્રિકાની બેટિંગ દરમિયાન ત્રણ ખેલાડીઓએ સદી ફટકરી રનનો પહાડ ખડકી દીધો હતો. જેમાં તેમના કેપ્ટન એડેન મારક્રમનો પણ સમાવેશ થાય છે. તેમણે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી તેજ સદી ફરકારી ઇતિહાસ રચી દીધો છે.

એડેન મારક્રમેં કમાલ કરી શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી. જેમાં તેમણે 14 ફોર અને ત્રણ સિક્સ લગાવી ઇતિહાસ રચી દીધો હતો. સાથે જ તેઓએ આયર્લેન્ડના કેવિન ઓબ્રાયને પાછળ છોડી રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. મહત્વનું છે કે કેવીને આ રેકોર્ડ 2011માં વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. તેને 50 બોલમાં સદી પૂરી કરી હતી જ્યારે મારક્રમેં 49 બોલમાં સદી ફટકારી છે. સાથે જ સાઉથ આફ્રિકાના ખેલાડી ક્વીટન કોકે 100 રન અને રાસી વૈન ડેર ડ્યુસને 108 રન બનાવી યશસ્વી યોગદાન આપ્યું હતું.

સાથે જ આ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમેં વધુ એક રેકોર્ડ સર્જી દીધો હતો. જેમાં વર્લ્ડ કપના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકાની ટીમેં સૌથી વધુ રન બનાવ્યા હતા. શ્રીલંકા સામેની આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 5 વિકેટે 428 રન બનાવ્યા છે જે વર્લ્ડ કપના ઇતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું નથી.