દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે ચોકડી ઉપરથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક યુવકની અટકાયત કરી તેની અંગત ઝડતીમાંથી એક દેશી હાથ બનાવટનો કટ્ટો અને 03 જીવતા કારટીસ મળી કુલ રૂા. 2,150ના મુદ્દામાલ સાથે પોલીસે યુવકને ઝડપી પાડ્યાંનું જ્યારે આ દેશી કટ્ટો ઝડપાયેલ યુવકના ભાઈએ આપેલ હોવાનું પોલીસ સમક્ષ પકડાયેલ યુવકે કબુલાત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમખેડા પોલીસે ચીલાકોટા ગામે વોચ ગોઠવી ઉભી હતી. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક યુવક કિલરાજ કસનાભાઈ તડવી (રહે. ચીલાકોટા, જુના ગામ ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ) ત્યાંથી પસાર થતાં પોલીસે તેની અટકાયત કરી તેની અંગ ઝડતી કરી અંગ ઝડતીમાંથી ઉપરોક્ત યુવક પાસેથી એક દેશી હાથ બનાવટનો કટ્ટો તેમજ 03 જીવતા કારટીસ મળી પોલીસે કુલ રૂા. 2,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ ઉપરોક્ત યુવકની પોલીસે સઘન પુછપરછ કરતાં આ દેશી કટ્ટો તેમજ જીવતા કારટીસ પોતાના ભાઈ મુમદભાઈ કસનાભાઈ માવીનાએ આપેલ હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
આ સંબંધે પોલીસે ઉપરોક્ત બંન્ને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.