દાહોદ જીલ્લાના બારીયા તાલુકાના જૂના બારીયા ખાતે રાજ્યકક્ષાના મંત્રીના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢબારિયા તાલુકાના જુના બારિયાની નૂતન હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી પંચાયત અને કૃષિ બચુભાઈ ખાબડની અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો જીલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો. સમગ્ર કાર્યક્રમ વન વિભાગના આર.એમ.પરમાર આ નાયબ સંરક્ષક બારીયા અમિતકુમાર નાયક નાયબવન સંરક્ષક દાહોદ તથા મિનલ સાવંત એસીએફ બારીયા માર્ગદર્શન હેઠળ યોજાયો. કાર્યક્રમમાં દાહોદ જીલ્લાના જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન એસ પટેલિયા, તથા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના પદાધિકારીઓ, સરપંચો દાહોદ જીલ્લાની જુદી-જુદી વન મંડળીઓના સભ્યો, શાળાના બાળકો, તેમજ દાહોદ જીલ્લાના જુદા જુદા ગામોમાંથી પધારેલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આર.એમ. પરમાર નાયબ વન સંરક્ષક બારીયા દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ વન્યજીવોનું મહત્વ પણ તેઓ દ્વારા આ પ્રસંગે સમજાવવામાં આવ્યું હતું. તેમજ તેમજ લોકોને જુદા જુદા 61 પ્રકારના સાપ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તે પૈકી ફક્ત ચાર જ જાતિના સાપ જે ઝેરી હોય છે તેના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વન્યજીવોની સંખ્યા એ જંગલો વધવાને લીધે સતત વધી રહી છે તેવું પણ તેવો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેઓ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવેલ કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓ નિવારવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેઓની જવાબદારી સંભાળી અને જતન કરવું પડશે. જેથી આપણે પર્યાવરણીય સમસ્યાઓ સામે લડી શકીએ. આ શુભ પ્રસંગે જેઓના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું. તેવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વન વિભાગની જુદી-જુદી યોજનાઓ થકી જે વૃક્ષ વાવેતર કરવા માટે લોકોને અપીલ કરવામાંઆવી હતી અને જે ક્લાયમેટ ચેનની સમસ્યા છે, તેના વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા વધુમાં વન્ય પ્રાણી પ્રાણી દ્વારા ફાઈલ નુકસાન બાબતે તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે ગુજરાતની અતિ સંવેદનશીલ રાજ્ય સરકારે માનવ મૃત્યુમાં જે ચાર લાખ રૂપિયા જેટલું વળતર આપવામાં આવતું હતું. તેને સ્થાને રાજ્ય સરકારે પાંચ લાખ રૂપિયા જેટલું વળતર આપવાનું નક્કી કરેલ છે તથા તથા વન્ય પ્રાણીઓ દ્વારા જે માલ ઢોરનું મરણ કરવામાં આવે છે તેના વળતરમાં પણ રાજ્ય સરકારે સંવેદનશીલતા રાખી અને તેમાં પણ વધારો કરેલ છે, તે બાબતે ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા વધુમાં વન વિભાગની કામગીરીને કારણે જુદા જુદા દીપડા રીંછ, ઝરખો, શિવ નીલ ગાયો, જંગલી ભૂંડ વગેરેની સંખ્યા પણ આપણા જંગલમાં સારી એવી જોવા મળે છે. તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું. વધુમાં વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણી સપ્તાહની જીલ્લાકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં એક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજીત 300 લોકો દ્વારા મેં સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવી દવા લેવામાં આવી. આ કાર્યક્રમ પ્રસંગે પશુપાલન ખાતા દ્વારા જુદી જુદી યોજનાઓ હેઠળ 400 જેટલા લાભાર્થીઓને લાભાનવિત કરવામાં આવ્યા જેની કુલ રકમ 12 લાખ રૂપિયા જેટલી જણાઈ આવે છે. આમ, આ સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.