- મહીસાગર જીલ્લાના કડાણા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતીમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
- વન્યપ્રાણીઓને પણ આ ધરતી પર જીવવાનો અધિકાર છે અને તેનું સરક્ષણ અને સર્વધન કરવી આપની ફરજ છે- શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર.
મહીસાગર, વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ઘોડિયાર નદીનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઇ.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે 2, ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી એટલે કે 2 થી 8 ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડીયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃકતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે.
વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે , વન્યપ્રાણીઓને પણ આ ધરતી પર જીવવાનો અધિકાર છે અને તેનું સરક્ષણ અને સર્વધન કરવી આપની ફરજ છે. મહીસાગર જીલ્લામાં અનેક પ્રકારના વન્ય જીવો જોવા મળે છે. જેનું રક્ષણ કરવું આપની જવાબદારી છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રાણીઓના સંવર્ધન-સંરક્ષણ માટે અનેકવિધ નવા આયામ-અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. વન્ય જીવોનું નૈસર્ગિક રહેઠાણ વૃક્ષો-જંગલો છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ વન્યપ્રાણીઓનું જતન કરતાં શીખવે છે. પર્યાવરણને જીવંત રાખવાના પ્રયાસોની સાથે વન્યપ્રાણીઓને બચાવવાની, તેમને સંરક્ષિત પણ આપણી મુખ્ય ફરજ છે.
આ પ્રસંગે વન્યપ્રાણી દ્વારા ઢોર માર સહાય અંતર્ગત ચેક વિતરણ અને પ્રકૃતિ પ્રત્યે ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગ ગોધરાના નાયબ વન સરક્ષક ડો. મિનલ જાની એ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહીસાગર નાયબ વન સરક્ષક નેવીલ ચૌધરીએ આભરવીધી કરી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.