
- ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં ખાણ અને ખનીજ વિભાગ તથા પોલીસ વિભાગ સાથે કાલોલ તાલુકાના ચલાલી ખાતે ઓચિંતી રેડ કરાઈ.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફીયાઓ સામે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં કાલોલ તાલુકાના ચલાલી ખાતે ઓચિંતી રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કાલોલ તાલુકાના ચલાલી ખાતે રેતી ખનીજના ગેરકાયદેસર વાહટુક કરતા પાંચ ટ્રકો ખાણ અને ખનીજ વિભાગ તેમજ પોલીસ વિભાગને સાથે રાખી પકડવામાં આવી છે. આ સાથે ખાણ અને ખનીજ વિભાગને જરૂરી કાર્યવાહી માટે આ ટ્રકોને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ પ્રાંત અધિકારી ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.