સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી 7400 રકતદાન કેમ્પમાં 12,50,000 કરતાં વધુ રકત દાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે

  • સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્ત નાલિયો મે નહિ, નાડીયો મે બહેના ચાહીએ….તેવા સૂત્ર ને સાર્થક કરતા હોય એમ કહીએ તો નવાઈ નહી.

શહેરા, રક્ત નાલિયો મે નહિ, નાડીયો મે બહેના ચાહીએ..એ સૂત્રને સાર્થક કરીને શહેરા સિંધી સમાજના હોલ ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 140 કરતા વધુ રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું. જ્યારે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી રાખવામા આવેલા 7400 જેટલા રક્તદાન કેમ્પમાં 12,50,000 કરતાં વધુ રક્તદાતાઓ રક્તદાન છે.

પંચમહાલના શહેરા નગર વિસ્તારમાં આવેલ સિંધી સમાજના હોલ ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ શિબિરનું ઉદ્દઘાટન ગોધરા બ્રાન્ચના સંયોજીકા વિધ્યાબેન નિરંકારીજીના કર કમલો દ્વારા કરવામાં આવવા સાથે દાહોદ ઝોન ના સેવાદળ ના વડા રાજેશભાઈ બચ્ચાની પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ રક્તદાન કેમ્પમાં 140કરતા વધુ રક્તદાતા ઓએ ખૂબ જ ઉત્સાહ અને હોંશભેર રક્તદાન કરી ને માનવતા મહેકાવી હતી. સાથે સત્સંગ સભામાં પંચમહાલ જીલ્લા સહિત અન્ય જીલ્લામાંથી પણ સત્સંગીઓ આવ્યા હતા. જ્યારે ગોધરા બ્રાન્ચના સંયોજક વિદ્યાદેવીએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ રક્તદાન કરેલ છે. સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા 7400 રકતદાન કેમ્પમાં 12,50,000 કરતાં વધુ રકત દાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે. જ્યારે આવનાર દિવસોમાં પણ માનવ કલ્યાણ માટે અમારા દ્વારા આવા અનેક રક્તદાન કેમ્પ કરવામાં આવનાર છે. જ્યારે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્ત નાલિયો મે નહિ, નાડીયો મે બહેના ચાહીએ….એ સૂત્ર ને સાર્થક કરી રહયા છે. જ્યારે ગોધરા બ્રાન્ચના સંયોજક વિદ્યાદેવીએ રક્તદાતાઓ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. દિવસ દરમિયાન રક્તદાન કેમ્પમાં આવેલ દાતાઓએ સત્સંગનો પણ લ્હાવો લીધો હતો.