ગોધરા તાલુકાના રતનપુરા પંચાયતને સ્મશાન માટે જંગલ ખાતાએ ફાળવેલ સગડીની ચોરી

ગોધરા, ગોધરા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતને જંગલ ખાતા તરફથી સ્મશાન માટે સગડી ફાળવેલ હતી. ગામમાંં મુકેલ હતી તેની કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી જતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના રતનપુરા (કા) ગ્રામ પંચાયતને જંગલ ખાતા તરફથી સ્મશાન માટે સગડી ફાળવેલ હતી. તે લોખંડની સગડી રમેશભાઈ પટેલના ધર નજીક મુકેલ હતી. સગડી કિંમત 25,000/-રૂપીયાની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી જતાં આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.