ગોધરા વિધાનસભા વિસ્તારનાં ગામોમાં “અમૃત કળશ યાત્રા”ના રથનું સ્વાગત કરવામાં આવ્યું

ગોધરા,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શહીદોને સન્માનિત કરવા માટે શરૂ કરાયેલ ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત ગોધરા વિધાનસભા મત વિસ્તારની વિવિધ જિલ્લા પંચાયત સીટનાં ગામોમાં અમૃત કળશ યાત્રા રથમાં ધારાસભ્ય સી.કે.રાઉલજી જોડાઈ પ્રવાસ કરવાના છે. ધારાસભ્ય દ્વારા અમૃત કળશ યાત્રા રથનું પ્રસ્થાન કરાવવામાં આવેલ.

આંગણિયા ખાતે કળશ યાત્રામાં વિવિધ ગામોમાં ગ્રામજનો પાસેથી માટી સ્વીકારવામાં આવી. મેરી માટી મેરા દેશ અભિયાન દ્વારા સમગ્ર દેશભરમાંથી કળશ યાત્રા નીકળી રહી છે. ગત ઓગસ્ટ માસથી ગોધરા વિધાનસભાનાં ગામોમાં શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન ભાજપા પરિવાર ચાલી રહ્યું છે. આ અભિયાનમાં એકત્રિત માટી અને ચોખાનો ઉપયોગ કર્તવ્ય પથ પાસે અમૃત વાટિકા તથા આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારકના નિર્માણમાં કરાશે.

કળશ યાત્રામાં ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય , તાલુકા પંચાયતના સભ્યઓ, સંગઠનનાં હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.