ખાનપુર તાલુકાના મદદનીશ ટીડીઓ સામે ખોટી સહી કરી લેખણ સામગ્રી ખરીદી મામલે લુણાવાડા ટીડીઓએ ફરિયાદ નોંધાવી

લુણાવાડા, ખાનપુર તાલુકાના મદદનીશ ટીડીઓએ રાજકોટ ખાતેની મુદ્રણાલયમાં લુણાવાડા ટીડીઓની ખોટી સહી અને સિકકા મારીને ખોટાને સાચા તરીકે બતાવીને સરકારી મુદ્રા અને સામગ્રીની ખરીદી કરતા લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મદદનીશ ટીડીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

વર્ષ-2022માં કલાર્ક તરીકે લુણાવાડા તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા દિનેશભાઈ અંબાલાલ પટેલ જે હાલ ખાનપુર તાલુકામાં મદદનીશ ટીડીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ અધિકૃત કર્મચારી ન હોવા છતાં લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીના લેટરપેડ ઉપર ખોટા સહી-સિકકા મારી સરકારી મુદ્રણાલયમાંથી મહેસુલ રોજમેળની ખરીદી કરી હતી. દિનેશભાઈ પટેલ કચેરીના કર્મચારી ન હોવા છતાં ખોટા પત્રને સાચા તરીકે ઉપયોગ કરીને શિક્ષણ રોજમેળ અને મહેસુલ રોજમેળ જેવા કિમતી જામીનગીરીની ખરીદી કરીને ઠગાઈ કરી હોવાથી લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી પી.એ.ચોૈહાણ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે દિનેશ અંબાલાલ પટેલની ખાનપુર ખાતેથી ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

Don`t copy text!