બાલાસિનોર બેંક મેનેજરની હત્યાના કેસમાં આરોપીના મામાને પુછપરછ માટે બોલાવતા મામાનો આપધાતનો પ્રયાસ

સંતરામપુર, બાલાસિનોરની આઈસીઆઈસી બેંકના મેનેજર વિશાલ પાટીલ કારમાં રૂ.1.18 કરોડ લઈને જતો હતો વિશાલનો મિત્ર હર્ષિલ પટેલે પોતાના મિત્ર વિશાલ પાટીને ગોળી મારી હત્યા કરીને મૃતદેહને જંગલમાં ફેંકી દીધો હતો. હર્ષિલે કાર પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. મામલાની મહિસાગર પોલીસે તપાસ કરતા બેંક મેનેજર વિશાલની હત્યા તેના મિત્ર હર્ષિલ પટેલે કરી હોવાનુ બહાર આવતા પોલીસે હર્ષિલની ધરપકડ કરી હતી. હાલ હર્ષિલ પટેલ 7 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે હર્ષિલ પટેલના મામા જેઓ ગોઠિબ ગામે રહે છે. તેઓના ભાણીયા હર્ષિલે હત્યા કરીને લુંટ કરવાના કૃત્યમાં હર્ષિલના મામાને પોલીસે પુછપરછ કરવા પોલીસ મથકે બોલાવ્યા હતા. ભાણીયાએ હત્યાનુ કૃત્ય કરતા મામાને મનમાં લાગી આવ્યુ હતુ. આરોપી હર્ષિલના લીધે મામાને સમાજમાં નીચુ નાંખવાનો વારો અને સમાજમાં બદનામીના ડરને કારણે હર્ષિલના મામાએ ખેતરમાં છાંટવાની દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યોૈ હતો. હર્ષિલના મામાએ ઝેરી દવા પીતા તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓને હાલમાં સારવાર અપાઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે,હત્યા અને લુંટની તપાસ સંતરામપુર પોલીસને સોંપવામાં આવતા હર્ષિલના મામાને પણ પુછપરછ માટે બોલાવ્યા હતા. હર્ષિલના મામાએ બદનામીના ડરથી ઝેરી દવા પી જતા સંતરામપુર પોલીસે હોસ્પિટલમાં નિવેદન લઈ કાર્યવાહી શરૂ કરી હતી.

Don`t copy text!