રાજસ્થાનમાં વધુ ત્રણ નવા જિલ્લા બનાવાશે : મુખ્યમંત્રી ગહેલોત

જયપુર, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ અશોક ગેહલોતે મોટી જાહેરાત કરીને રાજસ્થાનમાં ત્રણ જિલ્લા બનાવ્યા છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગેહલોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું- જનતાની માંગ અને ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ મુજબ રાજસ્થાનમાં વધુ ત્રણ નવા જિલ્લા બનાવવામાં આવશે. જેમાં માલપુરા, સુજાનગઢ અને કુચમન શહેરનો સમાવેશ થશે. સીએમ ગેહલોતની જાહેરાત બાદ રાજસ્થાન હવે ૫૩ જિલ્લાઓ સાથેનું રાજ્ય બની જશે. સીએમ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો મુજબ સીમાંકન વગેરે જેવી સમસ્યાઓનું નિરાકરણ થતું રહેશે.

સીએમ ગેહલોતની જાહેરાત મુજબ માલપુરા, સુજાનગઢ અને કુચમન શહેરને જિલ્લા બનાવવામાં આવશે. આ જિલ્લાઓની રચના બાદ રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા વધીને ૫૩ થઈ ગઈ છે. ઓગસ્ટના શરૂઆતના મહિનામાં ગેહલોત સરકારે ૧૯ નવા જિલ્લા બનાવ્યા હતા. જેમાં બાલોત્રા, બ્યાવર, અનુપગઢ, ડીડવાના (કુચમન), ડીગ, ડુડુ, ગંગાપુર સિટી, જયપુર, જયપુર ગ્રામીણ, કોટપુતલી (બેહરોર), ખૈરથલ, નીમકથાણા, ફલોદી, સલુમ્બર, સાંચોર, જોધપુર, જોધપુર ગ્રામીણ, કેકરી, શાહપુરાનો સમાવેશ થાય છે.

અગાઉ રાજ્યમાં અજમેર, અલવર, બિકાનેર, ચુરુ, શ્રીગંગાનગર, ધોલપુર, હનુમાનગઢ, કરૌલી, સવાઈ માધોપુર, જેસલમેર, પાલી, દૌસા, જયપુર, સિરોહી, ઝુનઝુનુ, સીકર, બુંદી, બરન, ઝાલાવાડ, કોટા, બાંસવાડા, ચિત્તોડ. ડુંગરપુર., રાજસમંદ, બાડમેર, જાલોર, ભરતપુર, જોધપુર, પ્રતાપગઢ, ભીલવાડા, નાગૌર, ટોંક અને ઉદયપુર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.