અમદાવાદમાં પણ હાર્ટ એટેકથી મહિલાનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી

અમદાવાદમાં આવેલ વિવેકાનંદ નગરમાં ગુજરાતી શાળા નં.1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલા અચાનક ભોજન પીરસતી વખતે ઢળી પડ્યા હતા. અચાનક મહિલા ઢળી પડતા સ્કૂલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિકા 108 ઈમજરન્સીને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારે ર્ડાક્ટર તેમજ સરકાર પણ હાર્ટ એટેકને લઈ વધુ ચિંતીત છે. તેમજ તેઓ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટેનું સૂચન કર્યું છે. 

મળતી માહિતી મુજબ મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતા મહિલા કર્મચારી જેઓ વિવેકાનંદ નગર ગુજરાતી શાળામાં હેલ્પર તરીકે નોકરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતો. ત્યારે સવારે તેઓ સ્કૂલમાં બાળકોને ભોજન પીરસી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક જ તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. જે અંગેની જાણ સ્કૂલનાં સ્ટાફને કરતા સ્કૂલનાં સ્ટાફે તાત્કાલિકા ઈમરજન્સી 108 ને જાણ કરી હતી. જે બાદ તબીબ દ્વારા સૌ પ્રથમ તો તેઓને પ્રાથમિક સારવા આપી હ્રદય ધબકતું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતું તેનાથી કંઈ પરિણામ ન આવતા. 108 નાં તબીબ દ્વારા તેઓની તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરાયા હતા. 

સમગ્ર મામલે રાજકોટ IMA પ્રેસિડેન્ટ ડૉ. પારસ શાહ જણાવે છે કે ખેલૈયાઓને ગરબા રમવા પહેલા વોર્મઅપ કરવું જોઈએ. તેમજ આયોજકોએ સતત 2 કલાક ખેલૈયાઓને ન ગરબા રમાડવા ન જોઈએ અને આ 2 કલાકમાં પણ નાના-નાના રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવું જોઈએ. સાથે જ આયોજકોને ડોક્ટરોના સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે અને આયોજકો અને તેમની ટીમને IMAના ડોક્ટરો CPRની ટ્રેનિંગ આપશે તેવી જાહેરાત પણ કરી છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, દર મહિને રાજકોટ શહેર અને જિલ્લામાં 400 થી 450 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. 108 દ્વારા હાર્ટ એટેકના કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં 42 અને શહેરી વિસ્તારમાં 22 છે. દરરોજ 15 જેટલા કેસ સામે આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં AED મશીન પણ રાખવામાં આવ્યા છે જેથી હૃદય બંધ પડી ગયું હોય તો શોક આપી શરૂ કરી શકાય. જે વિસ્તારમાં અર્વાચીન રાસોત્સવમાં થતા હશે તેને હોટ સ્પોટ પણ જાહેર કરવામાં આવશે. જ્યાં એમ્બ્યુલન્સ સતત આંટાફેરા કરતી રહેશે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજકોને પણ એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી ગેટ આપવા સૂચના આપવામાં આવી છે.