નવીદિલ્હી, બિહાર જાતિ સર્વેક્ષણ વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારનો સ્ટે લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે વિગતવાર સુનાવણીની જરૂર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જાતિ સર્વેક્ષણમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવા પડશે. ૨ ઓક્ટોબરે જાતિ સર્વેક્ષણ જાહેર થયા બાદ બીજા જ દિવસે ૩ ઓક્ટોબરે અરજદારે જાતિના આંકડા જાહેર કરવાના મામલે સુપ્રીમ કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી હતી અને સુનાવણી માટે આજની તારીખ નક્કી કરી હતી. . આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએમ ભાટીની બેન્ચે કરી હતી.
બિહાર સરકાર દ્વારા જાહેર કરાયેલા જાતિના આંકડા અનુસાર, બિહારની ૧૩.૦૭ કરોડની કુલ વસ્તીના ૩૭ ટકા ઇબીસી છે. આ પછી ઓબીસી ૨૭.૧૩ ટકા, અનુસૂચિત જાતિ ૧૯ ટકા અને મુસ્લિમ સમુદાય ૧૭.૭૦ ટકા છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓબીસી જૂથમાં સમાવિષ્ટ યાદવ સમુદાય ૧૪ ટકાથી થોડો વધારે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો સમુદાય છે.