
ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રહેવાસી મીતરાજ દિલીપભાઇ ગઠવીએ ગોઆ રાજ્યના બંબોલી મીલીટ્રી કેમ્પમાં ઈનડીયન આમીેની ટ્રેનીંગ પુર્ણ કરી ઘરે પરત આવતા ગ્રામજનો સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મીતરાજ ગઠવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારૂ 9 મહીનાની ટ્રેનીંગ બાદ ઈન્ડિયન આમીેમાં સીલેકશન થયું છે અને 1 મહીના પછી રાજસ્થાનના કોટા ખાતે હાજર થવાનું છે. મને ગર્વ છે કે ઇન્ડિયન આમીેમાં સેવા કરવાનો મોકો મળ્યો છે અને બખુબી થી નિભાવીશ.