- પાલિકા શોપીંંગ સેન્ટરના દુકાનદારોને વધારા સાથેના બીલો અપાયા.
ગોધરા, ગોધરા નગર પાલિકાએ પાલિકાની આર્થિક સ્થિતીને ધ્યાનમાં રાખી 16 મે 2023નારોજ શોપીંગ સેન્ટરોની દુકાનના ભાડામાં 10 ટકા વધારો કર્યો. જે તે નવનિયુકત પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ દ્વારા અગાઉ જે ઠરાવો કરવામાં આવ્યા તેની અમલવારી કરાવી છે અને જે તે સમયથી આજદિન સુધી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેના ડિફરન્સ છે તેના ભાડા પેટે ગોધરા પાલિકાએ બીલોમાંં વધારો કરી બીલો દુકાનદારોને આપવામાં આવ્યા છે. ગોધરા પાલિકાની શોપીંગ સેન્ટરની દુકાનોમાં 10 ટકા વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ અત્યાર સુધી શોપીંગ સેન્ટરથી પાલિકાને 11 કરોડ આવક આવતી હતી. જેને લઈ પાલિકાની આવકમાં 4 કરોડના વધારા સાથે પાલિકાની આવક 15 કરોડ થશે. પાલિકાના નવનિયુકત પ્રમુખ દ્વારા હાલ જે પાલિકાની શોપીંગ સેન્ટરની દુકાનોના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો છે. તે ભરવાથી પાલિકાની આર્થિક સ્થિતીમાં સુધારો થતાં પાલિકાના વિકાસલક્ષી કામોને વેગ મળશે તેવી આશા વ્યકત કરી છે.