- આર્યુવેદિક, હોમિયોપેથીક તબીબો એલોપેથીક દવાનો ઉપયોગ કરાતો હોવાની બૂમ.
- સ્ટીરોઈડ અન્ય દવાનો ગેરકાયદેસર ઉપયોગ કરીને દર્દીઓના આરોગ્યને જોખમમાં મુકતા હોય છે.
- આરોગ્ય તંંત્ર દ્વારા તમામ તાલુકા હેલ્થ કચેરીને કરાયેલ પરિપત્રમાં પગલાં લેવા જણાવાયું.
ગોધરા, છેલ્લા કેટલાક સમયથી અવારનવાર તંત્રની ચકાસણી હોવા છતાં ચકમો આપીને જોલાછાપ બોગસ તબીબો દ્વારા ચોરીછુપી પ્રેકટીસ કરાઈ રહી છે તથા આર્યુવેદિક, હોમિયોપેથીક તબીબો એલોપેથીક દવાનો ઉપયોગ કરાતી હોવાની બૂમ વચ્ચે સ્ટીરોઈડ અન્ય દવાનો ગેરકાયદેસર ઉપયોગ કરીને દર્દીઓના આરોગ્યને જોખમમાં મુકતા ખાનગી પ્રેકટીસ કરતા તબીબોની સામે તાત્કાલીક પગલાં લેવાની એક જાગૃત નાગરિક દ્વારા રજુઆત થઈ હતી. જેના પગલે જીલ્લા આરોગ્ય તંંત્ર એકશનમાં આવીને પંચમહાલ જીલ્લામાં ખાનગી તબીબોની સામે પગલાં ભરવા અને તપાસ સારું નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પંચમહાલ જીલ્લામાં આવેલા અંતરીયાળ તેમજ ડુંગરાળ વિસ્તારમાંં છુટી છવાઈ વસ્તી ધરાવે છે અને બિમાર લોકોને છેક શહેરી સુધી સારવાર માટે જવું પડે છે. પરંતુ ભુતકાળમાં પરપ્રાંતિય તબીબો દ્વારા ગમે તે સ્થળે ખાસ કરીને અંતરીયાળ ગામોમાંં બોગસ પાટીયા અને ડીગ્રી સર્ટીફિકેટો મઢાવીને ભળતા નામ સાથે તબીબી સારવાર ગેરકાયદેસર કરતા હોવાાના અવારનવાર કિસ્સાઓ બહાર આવવાની સાથે પોલીસ તંત્ર આરોગ્ય તંત્રની નજર તળે રંગેહાથે ઝડપાઈ જવાના બોગસ એવા જોલાછાપ તબીબોની નોંધ ભુતકાળમાં જોવા મળતી હતી. ખાસ કરીને તંત્રને ચકમો આપીને પણ ગેરકાયદેસર સારવાર સીફકતા પૂર્વક કરતા હોય છે. ત્યારે આવા બોગસ પરપ્રાંતિય તબીબોને ઝડપી પાડવા તથા ખાસ કરીને જે કાયદેસર તબીબી ડીગ્રી માન્યતા ધરાવાની સાથે નોંધણી કરાયેલા તબીબોની યાદી અપડેટ માટે તંત્ર અવારનવાર કવાયત હાથ ધરે છે. પરંતુ એક જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય મંત્રી તથા કલેકટર, ડીડીઓ સહિતનાઓને હોમીયોપેથીક ર્ડાકટરો દ્વારા પોતાની ક્ષમતા કરતાં આપવામાં આવતી તબીબી સારવાર આપતા રોકવા તથા આર્યુવેદિક ર્ડાકટરો દ્વારા ચલાવવામાંં આવતાં હોસ્પિટલો, દવાખાના બંંધ કરાવવા તથા કાયદા મુજબ પગલાં ભરવાની ધારદાર રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે પંચમહાલ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અચાનક સફાળું જાગીને આવા તબીબની ખાતરી તથા નોંધણી રહે અને ગેરકાયદેસર તબીબી સારવારનો દુરઉપયોગ અટકાવવાના સદહેતુસર જીલ્લા પંચાયત પંચમહાલ નં.નિરોગ/ટેક/ન/વશી/ 1 661-71 આરોગ્ય શાખા ગોધરા. તા.3/09/2023 અંતર્ગત તમામ તાલુકા બ્લોક ઓફિસરો પાસે જરૂરી માહિતી મંગાવવામાં આવી છે. જેમાં ખાનગી પ્રેકટીસ કરતા તબીબો સામે તાત્કાલીક પગલાં ભરવા સૂચનામાં જણાવાયું છે કે, પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં ખાનગી પ્રેકટીસ કરતા આયુર્વેદિક હોમીયોપેથીક તબીબો એલોપેથીક દવાઓનો ઉપયોગ કરતા હોવાની અત્રેની કચેરીએ માહિતી મળેલ છે, તેમજ સ્ટેરોઈડ દવાઓના વપરાશથી દર્દીઓના સ્વાસ્થ્યનું પુરેપુરૂ જોખમ રહેલ છે. જેથી તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓએ પોતાના વિસ્તારના તમામ પ્રાઈવેટ પ્રેકટીસ કરતા તબીબની માહિતી અત્રેની કચેરીએ દિન- 9 માં મોકલી આપવા જણાવવામાં આવે છે. જેથી બોગસ તબીબ અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન કરતા તબીબની સામે કાયદાકીય કાર્યવાહિ કરી શકાય. જે તબીબ ધ્વારા માહિતી આપવામાં આવશે નહિ તે તબીબ બોગસ તબીબ માની તેમની સામે કાયદેસરની કાનુની કાર્યવાહિ કરવામાં આવશે.જેની તમામ એ નોંધ લેવી.
વિવિધ પુરાવાઓની માંંગણી કરવામાં આવશે….
જીલ્લાભરમાં વિવિધ સ્થળોએ પ્રેકટીસ કરતા તબીબો પાસેથી તંત્ર દ્વારા વિવિધ 9 જેટલી માહિતી મંંગાવવામાંં આવતા તબીબોમાં દોડધામ મચી ગઈ છે. જેમાં (1) નબીબી રજીસ્ટ્રેશન (2) ડીગ્રી સર્ટીફિકેટ (3) ફોટો આઈ ડી (4) કિલનીક રજીસ્ટ્રેશન (5) તબીબ રજીસ્ટ્રેશન રીન્યુઅલ સ્લીપ (ત) જીપીસીબી રજિસ્ટ્રેશન (7)કયા પ્રકારની સારવાર કરે છે, તે લેટર પેડ પર સહી- સિકકા સાથે (8) દવાઓ રાખતા હોય તો ફાર્માસીસ્ટનું સર્ટી (9) નર્સીંગ સ્ટાફની ડીગ્રીનો સમાવેશ થાય છે.