ઝાલોદ,\ ઝાલોદ તાલુકામાં આવેલા ગરાડુ ગામે વી.એલ મુનીયા હાઈસ્કુલ ચલાવતા ઝાલોદ આદિવાસી વિકાસ પરીષદ ટ્રસ્ટ પાસે શાળા ચલાવવા માટે આર્થિક પરિસ્થિતિ ઉપલબ્ધ ન હોવાથી તેમજ શિક્ષકોની ઉણપ હોવાથી શાળા સંચાલક મંડળ દ્વારા શાળા બંધ કરવાની ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર સમક્ષ રજુઆત દરખાસ્ત કરાઈ હતી. જેથી ધો-10 શાળાના ઈન્ડેક્ષ નંબર 75.308 અને ધો-12 ઈન્ડેક્ષ 24.140 રદ્દ કરવા તથા શાળાની નોંધણી રદ્દ કરવાનો હુકમ કરાયો હતો.