જાંબુઘોડાના કણજીપાણી ગામમાં સંરક્ષણ દિવાલના કામમાં વેઠ ઉતાર્યાનો આક્ષેપ

જાંબુઘોડા, જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામે ચાલુ માસના મે માસમાં ગામના સ્મશાન ખાતે સંરક્ષણ દિવાલ પંચાયત દ્વારા બનાવવામાં આવી રહી હતી. આ દિવાલમાં પથ્થર નાંખીને બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ મનરેગાના કામો સરપંચ પતિ કરતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક મજુરોને બદલે બહારથી મજુરો લાવીને દિવાલ બનાવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે તે સમય વખતના જાંબુઘોડાના ટીડીઓને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં સંરક્ષણ દિવાલ બની ગઈ હતી જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે. મનરેગામાં બનેલા સંરક્ષણ દિવાલમાં ભ્રષ્ટાચાર સરપંચ પતિ દ્વારા આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જેને લઈને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા કણજીપાણી ગામે બનેલ સંરક્ષણ દિવાલની તપાસ કરવા હુકમ કરવામાં આવ્યા છે.