દાહોદ, દાહોદ શહેરમાં રેલ્વે ટ્રેક પર એક 23 વર્ષિય આશાસ્પદ યુવકે કોઈ બિમારીના કારણે રેલ્વે ટ્રેકના નીચે પડતુ મુકી આપધાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધટનાને પગલે પોલીસે ધટના સ્થળે દોડી જઈ મૃતદેહને પી.એમ.માટે રવાના કર્યો હતો.
દાહોદના એકતા ગ્રાઉન્ડ પાસે આવેલ રેલ્વે ટ્રેક પર દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામના 23 વર્ષિય પ્રકાશભાઈ બીલવાળ કોઈ બિમારીથી પીડાતા હતા અને આ બિમારીથી કંટાળી જઈ દાહોદના શહેરના એકતા ગ્રાઉન્ડ પાસેથી પસાર થતાં રેલ્વે ટ્રક પર કોઈ ટ્રેનની નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી હતી. ધટનાને પગલે સ્થળ ઉપર લોકટોળા ભેગા થયા હતા.ધટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી મૃતદેહને નજીકના દવાખાને પી.એમ.અર્થે ખસેડ્યો હતો અને મૃતક યુવાનના પરિવારજનોને આ અંગે જાણ કરી અકસ્માત મોતના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.