
ખાનપુર, દર વર્ષે 02 એાકટોમ્બરથી 08 ઓકટોમ્બર દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે જે અંતરગત કલેશ્ર્વરી ઇકો ટુરઝમ ખાતેપક્ષિ દર્શન અને જંગલ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યુ જેમાં કિસાન માધ્યમિક શાળા ખુટેલાવના બાળકોએ ભાગ લીધો. ટ્રેકિંગ બાદ બાળકોને ભોજન કરાવી વન્યપ્રાણી અને સરીસૃપ પ્રાણી વિશે માહીતી આપી આ સપ્તાહ દરમ્યાન રેંજ ઘ્વારા વિવિઘ પ્રોગ્રામોનું આયોજન કરી નાગરીકોમાં વન્યપ્રાણીઓ અંગેની સમજ કેળવવાની તથા તેમના વિશેની ગેરમાન્યતાઓ દુર કરી વન્યપ્રાણીએાને માનવ ઘ્વારા કોઇ નુકશાન અથવાતો તેઓના રહેણાંકને નુકશાન ન પોહચાળવવા બાબતે સંદેશો આપવામાં આવે છે. વન્યપ્રાણીઓ પ્રત્યે સામાન્ય માણસોમાં પ્રેમ જાગૃત થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. સામાન્ય માણસોમાં વન્યપ્રાણીએા વીશે જે ગેરસમજ હોય તે દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ખાનપુર રેંજ ઘ્વારા તા.02 ઓકટોમ્બર 2022 થી 08 ઓકટોમ્બર 2022 દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવે છે આવ્યું.