Vadodara : વડોદરામાં ઘરમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો છે. હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે દરોડા પાડી સંચાલક અને અન્ય મહિલા એજન્ટ સહિત બેની ધરપકડ કરી છે. મૂળ ઉમરેઠની શાંતા પટેલ નામની માહિલા સંચાલક ઝડપાઈ છે. તો આ સાથે જ લક્ષ્મીપુરાના સમતા વિસ્તારમાં આવેલા આરાધ્ય ડુપ્લેક્ષમાં દેહ વેપાર ચાલતો હતો.
આરોપીઓ ભાડાનું મકાન રાખી બહારથી યુવતીઓને બોલાવવામાં આવતી હતી. તેમજ 1000થી 1200 રૂપિયા ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે લક્ષ્મીપુરા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે.
તો આ અગાઉ વડોદરાના સમા-સાવલી રોડ પરના એક કોમ્પલેક્સમાં ચાલતા અન્ના સ્પા સેન્ટરના નામે દેહ વિક્રયનો ધંધાનો પર્દાફાશ થયો હતો. વડોદરા પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને બે આરોપી સાથે કેટલીક યુવતીઓ અને વાંધાજનક સામાન જપ્ત કર્યો હતો. બે આરોપી ઈમ્તિયાઝ શેખ અને હિતેશ ચંદવાણીની વડોદરા પોલીસે ધરપકડ કરી હતી.
આ દેહ વ્યાપારના ધંધામાં સામેલ ત્રીજો આરોપી બંટી ફરાર છે. વડોદરા પોલીસે હિતેશના ફરાર ભાઈ બંટીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં ઝડપાયેલા ઈમ્તિયાજ શેખ સામે વડોદરા અને સુરતમાં પહેલાથી ગુના નોંધાયેલા છે. એક કોમર્શિયલ કોમ્પલેકસમાં પાછલા 15 દિવસથી દેહ વિક્રયનો ધંધો ચાલતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.