કોંગ્રેસે રાજસ્થાનમાં ખેડૂતો સાથે દગો કર્યો છે. કોંગ્રેસે પાંચ વર્ષ રાજ્યને લૂંટવાનું કામ કર્યું છે : વડાપ્રધાન

જયપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે હતાં તેમણે જાહેરસભાને સંબોધન કર્યું હતું અને રાજય સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને ખેડૂતો, સૈનિકો અને વૈજ્ઞાનિકો સાથે કોઈ લેવાદેવા નથી. તેમને માત્ર ખુરશીની ચિંતા છે. વન રેન્ક વન પેન્શન અંગે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. તેઓ પહેલેથી જ જાણતા હતા કે આમાં કંઈ થઈ શકે નહીં. મોદીએ ગેરંટી સાથે આ વચન પૂરું કર્યું છે. વન રેન્ક વન પેન્શન દ્વારા એક લાખ પરિવારોને ૭૦ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ માત્ર ભાજપ જ કરી શકે છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોને લોન માફીનું વચન આપ્યું હતું, પરંતુ તેમની જમીનોની હરાજી કરવામાં આવી હતી. કોંગ્રેસે રાજસ્થાનમાં ખેડૂતો સાથે દગો કર્યો છે. કોંગ્રેસે પાંચ વર્ષ રાજ્યને લૂંટવાનું કામ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતની પ્રશંસા આખી દુનિયામાં થઈ રહી છે, પરંતુ કોંગ્રેસને તે પસંદ નથી. તેઓ આ અંગે દુ:ખી છે. મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ભારતને વિશ્ર્વની પાંચમી અર્થવ્યવસ્થા બનાવી છે. હવે આપણે ત્રીજા સ્ટેપ પર જઈશું.પીએમ મોદીએ કહ્યું કે અમે આત્મનિર્ભર બનવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. વોકલ ફોલ લોકલ દરેકના જીવનનો એક ભાગ બની રહ્યું છે. તેમણે કહ્યું કે ૨ ઓક્ટોબરે દિલ્હીના એક ખાદી કેન્દ્રમાંથી ૧.૫ કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. જેનો લાભ લાખો ગરીબોને મળ્યો. તેથી જ હું કહું છું કે મારો દેશ બદલાઈ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનમાં એવો કોઈ તહેવાર નથી જ્યારે પથ્થરમારો થયો ન હોય. પરંતુ, આ સરકાર માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે. કોંગ્રેસ સરકારે ગુનાખોરીમાં રાજ્યને નંબર વન બનાવ્યું છે. અહીં દરરોજ મહિલાઓ પર અત્યાચારના અહેવાલો આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય પોતે જ કહે છે કે તે સુરક્ષિત નથી. કલ્પના કરો કે સામાન્ય લોકોની શું હાલત હશે.પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનના યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપનારી સરકારે યુવાનોને પેપર લીક માફિયાના હવાલે કરી દીધા છે. ભાજપની સરકાર બન્યા બાદ આ માફિયાઓને છોડવામાં આવશે નહીં.

પીએમ મોદીએ લાલ ડાયરીને લઈને કોંગ્રેસ સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે લોકોને કહ્યું કે લાલ ડાયરીના રહસ્યો જાહેર કરવા જોઈએ કે નહીં. પરંતુ કોંગ્રેસ તેના રહસ્યો જાહેર નહીં થવા દે, તેથી ભાજપની સરકારપીએમ મોદીએ કહ્યું કે તમારા વોટની તાકાતથી રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે. આ સાથે રાજસ્થાન ટુરીઝમમાં નંબર વન બની જશે. મોદીએ કહ્યું કે એરપોર્ટ પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે. તેથી જ ભાજપ સરકાર દરેક રાજ્યમાં નવા એરપોર્ટ બનાવી રહી છે. પીએમએ કહ્યું કે જ્યારે સુવિધાઓ વધશે ત્યારે વધુ પ્રવાસીઓ મુલાકાત લેશે. તેનાથી રોજગારમાં વધારો થશે. અમે રાજસ્થાનના દરેક વિસ્તારમાં વિકાસ કાર્યો કરીશું અને કરીશું. પીએમ મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી ગેહલોત સરકારી કાર્યક્રમમાંથી ગાયબ હતા. કારણ કે તેમને વિશ્ર્વાસ છે કે જો મોદી આવશે તો બધું સારું થઈ જશે. હું તેમને કહું છું કે તમે હવે આરામ કરો, અમે તેને સંભાળી લઈશું.