
મુંબઇ, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયાએ ઈ-કોમર્સ કંપની લિપકાર્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિરુદ્ધ ગ્રાહક બાબતોના મંત્રાલયમાં ફરિયાદ દાખલ કરી છે. સીએટીએ આગામી બિગ બિલિયન ડેઝ સેલ અંગે લિપકાર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતને ભ્રામક ગણાવી છે, જેમાં બચ્ચને દર્શાવ્યા છે.
વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે લિપકાર્ટની આ જાહેરાત માટે અમિતાભ બચ્ચનની ટીકા કરી છે, આ જાહેરાતને અત્યંત ભ્રામક ગણાવી છે અને ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ ૨ (૪૭) હેઠળ બિગ બી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત લિપકાર્ટ અને બચ્ચન પર ૧૦ લાખ રૂપિયાનો દંડ લગાવવાની પણ માગ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે જાહેરાતમાં એક જગ્યાએ અમિતાભ બચ્ચન ગ્રાહકોને કહી રહ્યા છે કે બિગ બિલિયન ડે સેલમાં મોબાઈલ ફોન પર ઓનલાઈન ઉપલબ્ધ ડીલ્સ રિટેલ સ્ટોર્સ પર ઑફલાઈન ઉપલબ્ધ રહેશે નહીં. સીએઆઇટીનું કહેવું છે કે લિપકાર્ટ બચ્ચન દ્વારા ગ્રાહકોમાં કિંમતો અંગે ભ્રમણા ફેલાવી રહી છે, જે કાયદાનું ઉલ્લંઘન છે.