રાજકોટ,હજી પણ લોકોમાં અંધશ્રદ્ધા ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યું. આ વચ્ચે રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભુવાએ ‘તમારું કામ અઘરું છે’ કહીને ૮ લાખ પડાવતા પીડિતે પોલીસ કમિશનર કચેરી ખાતે ભૂવા સામે અરજી આપી છે.
રાજકોટના મંગળા મેઈન રોડ પર રહેતા અને નોકરી કરતા મનીષ લોટીયા અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. મનીષભાઈ પાસેથી ભુવાએ વિવિધ ડિમાન્ડ કરીને ૮ લાખ પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે, ભુવાએ મનીષભાઈને કહ્યું, તમારું કામ અઘરું છે કહી ભુવાએ મટન, દારૂ, કુંવારી છોકરી માંગી ૮ લાખ પડાવ્યા હતા. પારિવારિક મુશ્કેલીમાં ભુવા સાથે સંપર્ક થતા ભુવાએ યુવકને ખખેર્યો છે. જ્યારે ભુવાએ દારુની બોટલ, મટન અને કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો હતો. મનીષ લોટીયાએ ભુવા પાસેથી રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શહેરના મનહર પ્લોટમાં રહેતા મનીષ લોટિયાએ અરુણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવા વિરૂદ્ધ અરજી કરી છે.
આ મામલે ભોગ બનનારએ કહ્યું કે, ભુવાએ મને ભરમાવ્યો છે. પહેલા ૪૦ હજાર રૂપિયા લીધા હતા, બાદમાં એક સ્કોચની બોટલ અને મટન પછી મને કહ્યું કે, કુંવારી છોકરી લઈ આવ એટલે તારું કામ થઈ જશે. અત્યાર સુધીમાં સાતથી આઠ લાખ રૂપિયા લીધા છે. પછી મને ખબર પડી કે આ માણસ ખોટો છે. ભુવો વિધિના નગ ૫૦થી ૬૦ હજારમાં વેચે છે.
ભુવા અરુણ સાપરિયાએ જણાવ્યું છે કે, મેં કોઇ પૈસા લીધા નથી. કોઇ પતાવની વાત નથી. હું તેને બે વર્ષથી ઓળખું છું. છાપામાં જોયું તો મને જાણ થઇ છે. તે અવારનવાર મારી પાસે મળવા આવતા. કુંવારી યુવતીની માંગના આક્ષેપ વિશે પૂછતાં ભુવાએ જણાવ્યું હતું કે, આ તદ્દન ખોટી વાત છે. જે માણસને દારૂ પીને બોલવું છે, તે કંઇ પણ બોલશે. આ બદનામ કરે છે. મેં તેને દારૂ પીને ઘરે આવવાની ના પાડી એટલે તે ખારમાં આવું કરે છે. ૮ લાખ રૂપિયા પાડવ્યા હોવાના આરોપ સામે ભુવાએ કહ્યું કે, એની પાસે આઠ લાખ રૂપિયા છે? મેં પૈસા લીધા જ નથી.