વડોદરા, ગુજરાતમાં એક પછી એક ક્રાઈમની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાંથી અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરામાં એક યુવતીને નોકરી આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના અલકાપુરીમાં આવેલ થાઈ સ્પામાં નોકરીની જગ્યાની જાહેરાત જોઈ યુવતીનો મંગેતર સુરતથી તેણીને વડોદરા લાવ્યો હતો અને કિંગ થાઈ સ્પાના માલિક પૃથ્વી રાજસિંહ રાણાએ યુવતીને તેનું કામ જોઈ પગાર આપવાનું કહ્યું હતું અને રહેવા માટે સ્પા સેન્ટરનો એક રૂમ ફાળવી દીધો હતો, યુવતી નોકરી કરવા સંમત થઈ અને ફિયાન્સ પરત સુરત ચાલ્યો ગયો હતો.ત્યાર બાદ પૃથ્વી રાણાએ તેને હવસનો શિકાર બનાવી હતી, એટલું જ નહીં ત્યાર બાદ રૂમ નં.૫માં લઇ જઇ બીજી વાર પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાથી યુવતી હતપ્રભ બની થઈ ગઈ હતી અને તેને તરત જ તેના મંગેતરને તેની સાથે બનેલ ઘટના અંગે જાણ કરી હતી. ત્યાર બાદ આ અંગે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સયાજીગંજ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી સ્પા માલિક સહિત ત્રણેયને રાતોરાત ઝડપી પાડી યુવતીને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલ મોકલી છે, મુખ્ય આરોપી સ્પા મલિકનું પણ તબીબી પરીક્ષણ કરાવવામાં આવશે.