ઉંદર અને વંદા ભલે સાઇઝમાં નાના હોય છે પરંતુ મોટા મોટા લોકોને ભગાડવાની તાકાત રાખે છે. એક ઉંદર કોઇ પણ જગ્યાએ નાસ ભાગ મચાવવા માટે પૂરતો છે. હાલ સોશિયલ મીડિયા પર એક ઉંદરને લીધા સર્જાયેલા આવા જ દ્રશ્યોનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. વીડિયો સ્પેનના સંસદનો છે. જે સંસદમાં કડક સુરક્ષા વચ્ચે કોઇ ઘૂસી નથી શક્તુ તે જ સંસદમાં એક ઉંદર બિન્દાસ ઘૂસી ગયો. આ વીડિયોને જોઇને લોકોને ઉંદરના ડરનો અહેસાસ થઇ રહ્યો છે.
આ વાયરલ વીડિયો અંડાલૂસિયા (Spain) ની સંસદનો છે. (Spain Parliament) અહીં ચાલુ સત્રમાં એક ઉંદરે (Mice) ખલલ પાડી અને તેને જોઇને તમામા સાંસદો ડરી ગયા. એક સાંસદ દ્વારા લોકોને શાંત રહેવાની અપીલ કરવા છતાં કેટલાક સદસ્યો ચીસો પાડીને દોડભાગ કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થતા જ લોકો તેની મજા લેવા લાગ્યા.
ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહેલા આ વીડિયો પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે, તેમને એક બિલાડીની જરૂર છે. તો બીજા યૂઝરે લખ્યુ કે, સંસદમાં લોકો એક ઉંદરથી આટલા ડરી ગયા તો વિચારો કે સિંહ જેવુ કોઇ ખૂંખાર જાનવર આવી ગયુ હોત તો આ લોકોના હાલ શું થતા ? આ વીડિયોને હાલ લોકો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર શેયર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં રોજ આવા કોઇને કોઇ વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઇને લોકોનો દિવસ સુધરી જાય તો કેટલાક વીડિયો લોકોને ભાવુક પણ કરી દે છે. ઇન્ટરનેટના આવ્યા બાદ દુનિયા નાની થઇ ગઇ છે એજ કારણ છે કે સ્પેનની સંસદમાં બનેલી આ ધટનાનો વીડિયો તમે અમારા માધ્યમથી ઘર બેઠા જોઇ રહ્યા છો.