- ભાજપ ઈડી અને સીબીઆઇના ઉપયોગથી રાજનીતિ કરીને ૨૦૨૪ની ચૂંટણી જીતવા માંગે છે : સજય રાઉત
દિલ્હી સરકારની નવી લીકર પોલિસી સંબંધિત (Delhi controversial liquor policy) મની લોન્ડરિંગના કેસમાં ઈડીની ટીમે આજે બુધવારે આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ((ED Raid On AAP MP sanjay Singh))ના નિવાસે દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા દિલ્હીના નોર્થ એવન્યૂ ખાતે રાજ્યસભા સાંસદના સરકારી નિવાસે પાડવામાં આવ્યા હતા.
દરમિયાન સાંસદ સંજય સિંહના પિતા (Sanjay singh father on ED raid) એ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. પત્રકારો દ્વારા દીકરાના ઘરે ઈડીની કાર્યવાહી વિશે સવાલ કરવામાં આવતા તે કેન્દ્ર સરકાર સામે ભડક્યાં હતાં. તેમણે કહ્યું કે મણિપુર પર કાર્યવાહી નહીં કરી શકે સરકાર અને સંજય સિંહને સસ્પેન્ડ કરી દેવાશે. આ બદલાની કાર્યવાહી નથી તો બીજું શું છે? વિભાગ તેની કાર્યવાહી કરી રહ્યું છે. અમે તેમને સહયોગ કરીશું. હું એ સમયની રાહ જોઈશ જ્યારે તેમને ક્લિયરન્સ મળશે.
અગાઉ સંજય સિંહના નજીકના લોકો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. લીકર કૌભાંડની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ સામેલ હતું. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) પણ લીકર પોલિસી કૌભાંડ મામલે પોલીસની કસ્ટડીમાં છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતા તપાસ એજન્સીઓના રડાર પર આવી ચૂક્યા છે. ઈડીએ મની લોન્ડરિંગ મામલે ગત વર્ષે મેમાં આપ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. હાલ તે બીમારીને લીધે સુપ્રીમકોર્ટથી વચગાળાના જામીન મળ્યા બાદ જામીન પર મુક્ત છે.