સુખસર, ગાંધી જયંતિ નિમિત્તે ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા ટી.પી.ઓ. પી.બી.ઉમા, તલાટી જે.ડી.પટેલ, મનરેગા શાખાના રાજેન્દ્ર પ્રજાપતિ તથા પ્રાથમિક શાળાના આચાર્ય દલસિંગભાઈ વી.વસુનીયા તેમજ ડી.સી.ભાભોર સહિત ગામના આગેવાનો જગદિશભાઈ ભાભોર, અલ્પેશભાઈ વસુનીયા, રમસુભાઈ ડામોર, રાકેશભાઈ વસુનીયા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામસભામાં ખાતરપુરના મુવાડા ગામે આવેલ ત્રણ જેટલી આંગણવાડીના મકાનો તેમજ બે પ્રાથમિક શાળાઓના ઓરડાઓમાં રિપેરીંગ કામગીરીની જરૂરત હોય તેમજ એક પ્રાથમિક શાળામાં કોટની દિવાલનો પ્રશ્ર્ન ઉઠ્યો હતો. ગ્રામસભામાં ગ્રામજનોની હાજરીમાં ત્રણ આંગણવાડીઓ તથા બે પ્રાથમિક શાળાઓમાં રિપેરીંગ કામગીરી કરવા માટે તેમજ શાળાના કોટની દિવાલ બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. ગ્રામસભામાં શાંતિપુર્ણ ઠરાવ કરી ગ્રામસભાનુ સમાપન કરવામાં આવ્યુ હતુ.