અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા અને હિજાબ પહેરાવતા હોબાળો, શાળાએ માફી માંગી

અમદાવાદઃ (Ahmedabad) વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો મુદ્દો વારંવાર પ્રકાશમાં આવતો હોય છે. (namaz) ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત (Kalorex Future School) કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ અગાઉ ફી મામલે વિવાદમાં આવી હતી (school apologizes)અને હવે નમાજ પઢાવવાના આક્ષેપ સાથે વિવાદમાં આવી છે. 

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ (Kalorex Future School) માં બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને હિજાબ પણ પહેરાવવામાં આવ્યા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. આજે સ્કૂલમાં વાલીઓ પહોંચ્યા હતાં અને સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 29 સપ્ટેમ્બરે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતોઆ કાર્યક્રમમાં એક વિદ્યાર્થી પાસે નમાજની સમગ્ર પ્રક્રિયા કરાવવામાં આવી હતી અને અન્ય વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવી હતી.આ સમગ્ર મામલે વાલીઓ અને હિન્દૂ સંગઠનોએ વિરોધ કરતા શાળા સંચાલકોએ માફી માંગી હતી. આ માફીપત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.