દેવભૂમિદ્વારકા,ગુજરાતમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવમાં હાલ દેવભૂમિદ્વારકામાંથી આપઘાતની ઘટનાથી આખું ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહીં પુત્રના આપઘાત એક પિતાએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા દેવાણંદભાઈ ઓઘડભાઈ જામ નામના ૨૬ વર્ષના ગઢવી યુવાને કોઈ કારણોસર ગઈકાલે અનાજમાં નાખવાના ઝેરી દવા ખાઈ લેતા તેને ગંભીર હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
આ યુવાનના મૃતદેહને માળી ગામે લઈ જવામાં આવતા તેના ૬૦ વર્ષીય પિતા ઓઘળભાઈ લખમણભાઈ જામને મનમાં લાગી આવતા તેમણે પણ પુત્રનો માર્ગ અપનાવીને અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેથી તેમને પણ ગંભીર હાલતમાં ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.