ગોધરાના ડોડપા ગોડાઉન માંથી પુરવઠા વિભાગનો 1485 ડાંગરના કટ્ટા ચોરાયાની ફરિયાદ બાદ

  • કાલોલ તાલુકાની મલાવની ગણેશ રાઈસ મીલ માંંથી ડાંંગરનો જથ્થો ઝડપાતા રાઈસ મીલ સીલ કરાઈ : મુદ્દામાલ જપ્ત
  • પોલીસ દ્વારા ડાંગર નો જથ્થો કબ્જે લઈ ગણેશ રાઈસ મિલ સામે કાર્યવાહી હાથ ધરાઈ.

ગોધરા, ગોધરા સ્થિત ડોડપા પાસેના ભાડાના ગોડાઉનમાં રાખવામાંં તાળા બદલીને અહીં રખાયેલ મોરવા(હ)નો 1485 કટ્ટા ડાંગરનો જથ્થો ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન તપાસ બાદ ભેજાબાજો દ્વારા ઠલવાયેલ કાલોલ તાલુકાના મલાવની ગણેશ રાઈસ મીલ માંથી મુદ્દામાલ મેળવવામાંં શહેર બી ડીવીઝન પોલીસને સફળતા મળી છે. બીજી તરફ આ ચોર આરોપીઓને ઝડપી પાડવા રચેલી પોલીસની વિવિધ ટીમો મારફતે ઉંડાણ પૂર્વક અને ઠેરઠેર તપાસ આદરવામાં આવતાં આરોપીઓ હજુયે ભુર્ગભમાં નાસતા ફરે છે.

આજની મોંંધવારીમાં મોંધીદાટ સામગ્રી અને રાત-દિવસ મહેનત કરીને ખેડુતો દ્વારા ઉપજેલ પાકના ઉત્5ાદન સામે પોષણક્ષમ વળતર અને ભાવ મળે અને ખાનગી વહેપારીઓ દ્વારા તેઓ છેતરાય નહીં તેવા હેતુથી સરકાર દ્વારા ઋતુ મુજબ ટેકાના ભાવ નકકી કરીને વિવિધ સ્થળોએ પાકોની ગુણવત્તા આધારે ખરીદી કરવામાં આવે છે અને નિયત કરાયેલા ભાવ પણ સરકારના પુરવાઠ વિભાગ દ્વારા ચુકવવામાં આવે છે. જેના ભાગરૂપ મોરવા(હ) તાલુકામાં વિવિધ સ્થળોએ પકવવામાંં આવેલ ડાંંગરની ખરીદી કરવામાંં પુરવઠા નિગમ અને નકકી કરાયેલ ખાનગી સિડસ કં5નીની એજન્સી દ્વારા ખરીદી કરાઈ હતી અને જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ખરીદવાના આવેલ જથ્થાને લવાઈને ગોધરા સ્થિત ડોડપા ફળીયામાં આવેલ પુરવઠાના ગોડાઉનના ખાલી બ્લોકમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. અને દિવસો સુધી ભાડે રખાયેલ આ સરકારી ગોડાઉનમાં સંગ્રહિત માલ હોવાનો સંતોષ માણીને સ્થાનિક રખેવાડ તથા એજન્સી તથા પુરવઠા નિગમ હાશકારો અનુભવી રહ્યા હતા. પરંતુ ગત દિવસોમાંં પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલ મોરવા(હ) તાલુકાના ડાંગરનો જથ્થો આ ભાડાના ગોડાઉન માંથી 1485 કટ્ટા ડાંગરનો જથ્થો ચોરી થયાનો મામલો બહાર આવતાંં ખળભળાટ મચી ગયો હતો અને તંત્ર દ્વારા બી ડીવીઝન ખાતે પોલીસ ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ગુન્હો નોંધીને તપાસ આગળ ધપાવી હતી. જોકે, રાતોરાત તાળું બદલીને ભેજાબાજો દ્વારા તબકકાવાર માલને સીપકતા પૂર્વક કાલોલ તાલુકા સુધી પહોંચી ગયો હતો. દરમિયાન ચોકીદારી કરનાર તંત્રની પણ એટલી જ ગાફેલતા બહાર આવી છે. સરકારના નિયમ પ્રમાણે સીસી ટીવી કેમેરા લગાવવા જરૂરી હોવા છતાં આવી સરકારી સંસ્થામાં દ્વારા જ સુવિધા લગાવવામાંં નહીં આવતાં ચોરોને મોકળું મેદાન મળી ગયું હતું અને ખુલ્લેઆમ ડાંગરનો જથ્થો રાઈસ મીલ સુધી પહોંચી જતા તંત્ર પણ ઉંધતું ઝડપાયું હતુંં. જ્યારે પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ તથા શંકાસ્પદ વ્યકિતઓની પુછપરછ બાદ મળેલી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ તંત્રએ કાલોલ તાલુકાના વિવિધ રાઈસ મીલના તપાસ આદરવામાંં આવી હતી. પરંતુ ગણેશ રાઈસ મીલમાં મળી આવેલ ડાંગરનો જથ્થો જાણી તંત્ર ચોકી ઉઠયુંં હતું. જેથી બાદમાંં પોલીસ દ્વારા ડાંગરનો જથ્થો કબ્જે લઈ ગણેશ રાઈસ મીલને સીલ કરવામાં આવી હતી. જોકે, ડાંગરના ચોરીના આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે અને આ આરોપીઓ પોલીસને ફિલ્ડીંંગ ભરાઇ રહ્યા છે.

પુરવઠા વિભાગની પણ તપાસની બાબતે નિષ્ક્રિયતા…..

સામાન્ય રીતે આવેલી રાઈસ મીલ તંત્રના તાબામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા પણ નિમયીતપણે તપાસ હાથ ધરીને નકકી કરાયેલ માપદંડ પ્રમાણે માલની ચકાસણી કરવામાંં આવે છે. પરંતુ માત્ર દેખાડા પુરતુંં અને કાગળ પર કામગીરી પૂર્ણ દર્શાવવામાં આવે છે. જવાબદાર પુરવઠાની નિષ્ક્રિયતાના કારણે આવી રાઈસ મીલોમાં ભુતકાળમાં સરકારી ચોખાનો જથ્થો વેચાઈ જઈને બારોબાર સીલ બંધ સરકારી જથ્થો બજારોમાં રવાના થઈ જતો હતો. ત્યારે આવા સંજોગોમાં પુરવઠા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી. તો બીજી તરફ માલિક પણ એટલો જ જવાબદાર ગણવામાં આવે છે કે, તેઓના દ્વારા આ પુરવઠા વિભાગના ચોરાયેલ ડાંગરની જાણ પોલીસ કાંતો માલિક એવા પુરવઠા નિગમને કરાઈ નથી.