ગુજરાતના 57 તાલુકામાં મેઘમહેર વચ્ચે સૌથી વધુ ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યાં વલસાડના સરીગામમાં મદુરા કંપની નજીક નાના બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. આમ છતાં કેટલાક સ્થાનિક લોકોએ જોખમી રીતે અવર-જવર શરૂ કરી હતી. જેને લઈ 14 લોકો ફસાયા હતા. અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી. બે બાઈક સહિત એક કાર પણ વહેણમાં તણાઈ હતી. ફાયર વિભાગે બે બાઈકને પણ બહાર કાઢી હતી. જો કે, એક બાઈક ચાલક હજુ પણ લાપતા છે.
આજે રાજ્યના 57 તાલુકામાં વરસ્યો વરસાદસૌથી વધુ વલસાડના ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદવાપીમાં 9 ઈંચ, જલાલપોરમાં સવા 6 ઈંચનવસારીમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ વરસાદકામરેજમાં 5 ઈંચ, તિલકવાડામાં 5 ઈંચ વરસાદબારડોલીમાં સવા 4 ઈંચ, ચિખલીમાં સવા 4 ઈંચમહુવામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ વરસાદડેડિયાપાડામાં પોણા 4 ઈંચ, ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદપલસાણામાં 3.5 ઈંચ, પારડીમાં 3.5 ઈંચ વરસાદવ્યારામાં 3 ઈંચ, વાલોદમાં પોણા 3 ઈંચ વરસાદઅંકલેશ્વરમાં 2.5 ઈંચ, માંડવિમાં 2.5 ઈંચનેત્રંગમાં 2.5 ઈંચ, નાંદોદમાં 2.5 ઈંચ વરસાદડોલવણમાં 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ વરસાદ