પાકિસ્તાને તિહાર જેલમાં કેદ ગેંગસ્ટરો મારફતે ખાલિસ્તાનીઓને ફંડ મોકલાવ્ય

ખાલિસ્તાની નેટવર્ક મજબૂત કરવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની અત્યંત સુરક્ષિત ગણાતી તિહાર જેલમાં સંપર્કો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આઇએસઆઇએ માત્ર લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનો જ સંપર્ક નથી સાધ્યો પરંતુ જેલમાં પુરાયેલા તેના વિરોધી ગૅંગસ્ટર કૌશલ ચૌધરી, અમિત ડાગર અને નવીન બાલીનો પણ સંપર્ક કર્યો છે.

પાકિસ્તાનનાં 6 શહેરમાંથી 100થી વધુ વાર સુધી આ ત્રણેય ગૅંગસ્ટર સાથે ટેલિફોનિક વાત પણ થઈ છે. ગૅંગસ્ટરોએ હવાલા મારફત કરોડો રૂપિયા કેનેડામાં આતંકવાદી અર્શ ડલ્લાને પહોંચતા કર્યા છે. આ વાતનો ઘટસ્ફોટ એનઆઇએએ આંતરિક અહેવાલમાં કર્યો છે. આઇએસઆઇએ ગૅંગસ્ટરો સાથે કેવી રીતે સંપર્ક કર્યો

એનઆઇએની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આઇએસઆઇએ આતંકવાદી અર્શ ડલ્લાને તિહાર જેલમાં પુરાયેલા ગૅંગસ્ટર કૌશલ ચૌધરી, અમિત ડાગર અને નવીન બાલી સાથે વાત કરવા કહ્યું હતું. અર્શે તિહાર જેલમાં મોબાઇલ નંબર 9311619339 પર ત્રણેય ગૅંગસ્ટર સાથે વારાફરતી વાત કરી હતી. સોશિયલ મીડિયા એપ સિગ્નલ, વોટ્સએપ અને ટેલિગ્રામના માધ્યમથી વાતચીત કરાઈ હતી. આઇએસઆઇએ ત્રણેય ગૅંગસ્ટરને અત્યાધુનિક હથિયારો મોકલવા માટે ડીલ કરી અને ત્રણેય સાથે સંપર્ક કરવા માટે ઉત્તરપ્રદેશના ગૅંગસ્ટર આસિફ ખાનનો નંબર આપ્યો હતો. આસિફ ખાને મોબાઇલ નંબર 9717686845 પરથી ત્રણેય ગૅંગસ્ટર સાથે વાત કરી હતી.

આઇએસઆઇએ ગૅંગસ્ટર નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા, સુખબીર બુડ્ઢા અને ભૂપી રાણાનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર પછી એ ગૅંગસ્ટર પણ આઇએસઆઇ માટે ભારતમાં કામ કરતા આસિફ ખાન સાથે જેલમાં સતત વાતચીત કરતો હતો અને પાકિસ્તાનથી હથિયાર મગાવતો હતો.