ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડેમાં ૫ મોટા રેકોર્ડ બન્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રાજકોટમાં ત્રણ મેચની સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું. જો કે શરૂઆતની બે મેચ જીતીને ભારતીય ટીમે 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી. રોહિત શર્માએ ત્રીજી વનડેમાં 57 બોલ પર 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે એક એતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત ઉપરાંત વિરાટ કોહલીએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. 

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ગઈકાલે રમાયેલી મેચમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં (Rohit Sharma Most Sixes In International Cricket) 550 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ લિસ્ટમાં યુનિવર્સલ બોસ ક્રિસ ગેલ પહેલા નંબરે છે. ગેલે અત્યાર સુધી 553 છગ્ગા ફટકાર્યા છે. રોહિત સિવાય વિરાટે પણ ગઈકાલે એક મોટું કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. કોહલીએ ત્રીજી વનડેમાં 56 રન બનાવ્યા હતા. આમ તે વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50 કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો પ્લેયર બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં 5 એવા રેકોર્ડ બન્યા હતા જે સૌ કોઈ જાણવા માંગશે.

550 અથવા તેથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી

ક્રિસ ગેલ (WI) – 553

રોહિત શર્મા (IND) – 550

વનડેમાં 50 અથવા તેથી વધુ રન બનાવનાર ખેલાડી

સચિન તેંડુલકર – 145

કુમારા સંગાકારા – 118 

વિરાટ કોહલી – 113 

રિકી પોન્ટિંગ – 112

જેક કાલિસ – 103

વનડેમાં બુમરાહનો અત્યાર સુધીનો સૌથી મોંઘો સ્પેલ

2/81 vs ઈંગ્લેન્ડ, કટક, 2017 (9 ઓવર)

3/81 vs ઓસ્ટ્રેલિયા, રાજકોટ, 2023

2/79 vs ઇંગ્લેન્ડ, પુણે, 2017

1/79 vs ઓસ્ટ્રેલિયા, સિડની, 2020

ભારત સામે ઓસ્ટ્રેલિયન સ્પિનર્સનું શ્રેષ્ઠ પ્રદર્શન

4/33 – ટોમ હોગન, તિરુવનંતપુરમ, 1984

4/40 – ગ્લેન મેક્સવેલ, રાજકોટ, 2023

4/42 – માઈકલ ક્લાર્ક, મુંબઈ (વાનખેડે), 2003

4/45 – એડમ ઝમ્પા, ચેન્નઈ, 2023

4/49 – બ્રેડ હોગ, નાગપુર, 2007

વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રનનો રેકોર્ડ

સચિન તેંડુલકર – 3077 રન

રોહિત શર્મા – 2332 રન

ડેસમન્ડ હેન્સ – 2262 રન

વિરાટ કોહલી – 2228 રન

વિવિયન રિચર્ડ્સ – 2187 રન