ધોધંબાના ભીલોડ ગામે ઈકો ગાડીમાં અચાનક આગ લાગતાં 4 લાખનું નુકશાન

ધોધંબા, ધોધંબા તાલુકાના ભીલોડ શિહારની મુવાડી ગામે રહેતા વ્યકિત પોતાની ઈકો ગાડીમાં ગેસ ભરાવવા અને સરસામાન લેવા જતા હોય દરમિયાન ગાડીમાં અચાનક આગ લાગતા સળગી જવાથી 4 લાખ રૂપીયાનુંં નુકશાન થવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ભીલોડ શિહારની મુવાડી ગામે રહેતા વિક્રમભાઇ મનુભાઈ જાદવ પોતાની ઈકો ગાડી લઈને ધોધંબા ગેસ ભરાવવા અને સરસામાન લેવા જતા હતા. દરમિયાન માળ ફળીયા રોડ ઉપર અચાનક ઈકો ગાડીમાં આગ લાગતા સળગી જવાથી અંદાજીત 4 લાખનું નુકશાન થવા પામ્યુંં. સદ્દનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હોય આ બાબતે રાજગઢ પોલસી મથકે ફરિયાદ નોંધાઈ.